• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • A Meeting Was Held By The District BJP In The Presence Of Workers From Uttar Pradesh And Rajasthan; Assembly Elections Were Discussed In The Coming Days

બોટાદમાં ભાજપની બેઠક:જિલ્લા ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશ તેમજ રાજસ્થાનના કાર્યકરોની હાજરીમાં યોજાઈ બેઠક; આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીને લઈ ચર્ચા કરાઈ

બોટાદ20 દિવસ પહેલા

બોટાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉત્તર પ્રદેશના કાર્યકરોની હાજરીમાં જિલ્લા ભાજપ કાર્યકરો સાથે ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં આવનાર વિધાનસભા ચૂંટણીને લઈ ચર્ચા કરાઈ હતી. તો યુ.પી. ના કાર્યકરોનો અનુભવનો લાભ મળવાની આશા કરી આગેવાનોએ વ્યક્ત કરી હતી.

બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રભારી અમોહભાઈ શાહ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વનાળિયાની આગેવાનીમાં ઉત્તર પ્રદેશ તેમજ રાજસ્થાનથી પધારેલા કાર્યકરોની હાજરીમાં બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં આવનાર વિધાનસભા ચૂંટણીને લઈ બુથ સુધી ભારતીય જનતા પાર્ટીની કામગીરી સાથે ડબલ એન્જીનની સરકાર અને સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો તેમજ 'સૌનો સાથ સૌના વિકાસ' સાથેના સૂત્રો સાથે ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. તેમજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના સહયોગી કાર્યકરો દ્વારા કરાયેલા કામો અને અનુભવનો પણ લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...