કાર્યવાહી:બોટાદમાંથી દેશી જામગરી સાથે એક શખસ ઝડપાયો

બોટાદ ​​​​​​​એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપી પાસેથી રૂ. 5 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

બોટાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે સબીહા હોસ્પિટલ સુનીલ ગેસ એજન્સીના ગોડાઉન પાસેથી એક ઇસમને દેશી જામગરી સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પોલીસ સ્ટાફનાં માણસો તા.17/12/21નાં રોજ બપોરનાં 12.૦૦ કલાકે પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન મળેલી બાતમીના આધારે નવનાળા સબિહાં હોસ્પિટલ પાસે આવેલ સુનીલ ગેસ એજન્સીનાં ગોડાઉન પાસેથી બાંકડા ઉપર બેઠેલા શારીફ ઉફે ખાન દાઉદભાઈ ખલ્યાણી રહે. ગાયત્રીનગર બોટાદને હાથ બનાવટની દેશી નાની જામગરી સાથે ઝડપી પાડી કી.રૂ.5000 નો મુદામાલ કબ્જે કરી બોટાદ પુલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ પોલીસ રાત દિવસ કામગીરી કરી રહી છે અને સતત પેટ્રોલિંગ કરી બાતમીના આધારે આરોપીઓને ઝડપી રહી છે. ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે એક શખ્સને બંદૂક સાથે ઝડપી લીધો હતો. ચૂંટણીને લઇ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...