માંગણી:બોટાદમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને મહામંડળ દ્વારા મહારેલી યોજાઈ

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોટાદમાં કર્મચારી મોરચો, મહામંડળ દ્વારા મહારેલી યોજાઈ - Divya Bhaskar
બોટાદમાં કર્મચારી મોરચો, મહામંડળ દ્વારા મહારેલી યોજાઈ
  • વિશાળ સંખ્યામાં 2500 જેટલા કર્મચારીઓ મોટર, બાઇક દ્વારા રેલી સ્વરૂપે જોડાયા

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા તા. 03/09/2022ને શનિવારના રોજ બપોરના 1 કલાકે વિવિધ પડતર પ્રશ્નો અને ખાસ કરીને જૂની પેન્શન યોજનાનો અમલ કરાવવાની માગણી સાથે આ મહારેલીનું આયોજન સમસ્ત તળપદા કોળી સમાજ બોર્ડિંગથી શરૂ કરીને હવેલી ચોક,સરકારી હાઈસ્કૂલ,ખસ રોડ કલેકટર ઓફિસે મૌન રેલી સ્વરૂપે પહોંચી કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

આ આવેદનપત્રમાં જૂની પેન્શન યોજનાનો અમલ,ફિક્સ પગારની યોજનાના બદલે પૂર્ણ પગાર, સાતમા પગાર પંચ મુજબના અન્ય ભથ્થાઓ આકારવામાં આવે અને બીજા અનેક પડતર પ્રશ્નોને લઈને આ આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જો આ માગણીઓ નહીં સંતોષાય તો આગળના દિવસોમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે એ મુજબના કાર્યક્રમો આપવામાં આવશે. હવે પછીના આગામી કાર્યક્રમોમાં ઝોન કક્ષાએ મહારેલીનું આયોજન,પેનડાઉન અને છેલ્લે જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ જેવા જલદ કાર્યક્રમોની આ મોરચાએ તૈયારીઓ આરંભી દીધી છે.આ જોતા હવે એવું લાગી રહ્યું છે કે આ મંડળો હવે ઝુકશે નહિ અને આ માંગણીઓ લઈને જ ઝંપશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.વિશાળ સંખ્યામાં 2500 જેટલા કર્મચારીઓ ઉપસ્થિત રહેવા બદલ તમામ કર્મચારીઓનો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચોના બોટાદ જિલ્લા પ્રમુખ સહદેવસિંહ ગોહિલે આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...