• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • A Lok Darbar Was Held Under The Chairmanship Of Botad District Police Chief, A Large Number Of Leaders Were Present, Law And Order Was Discussed.

પોલીસનો લોકદરબાર:બોટાદ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયો લોકદરબાર, મોટી સંખ્યામાં આગેવાનો રહ્યા હાજર, કાયદો અને વ્યવસ્થાને લઈ ચર્ચા કરાઈ

બોટાદએક મહિનો પહેલા

બોટાદ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. જિલ્લા તેમજ શહેરની સમસ્યા, વ્યાજખોર, તેમજ અન્ય સમસ્યાને લઈ ચર્ચા કરાઈ હતી. બોટાદ ગ્રામ્ય તેમજ ટાઉન પોલીસ સહિત અન્ય પોલીસ કર્મચારી હાજર રહ્યા હતા.

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ જિલ્લા પોલીસવાળા કિશોર બરોલીયાની આગેવાનીમાં બોટાદ હાઇસ્કુલ ખાતે લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ શહેરની અલગ અલગ સંસ્થા વેપારીઓ રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહ્યાં હતા. જિલ્લા પોલીસ વડા દ્વારા બોટાદ શહેર તેમજ જિલ્લાની સમસ્યા કાયદો અને વ્યવસ્થા તેમજ વ્યાજખોરને લઈ માહિતી આપી હતી. તો લોકોએ પણ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કામ કરવું તે પ્રમાણેનું કર્યું સૂચન તેમજ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ લોક દરબારમાં હાજર લોકોને પણ પોતાના ધ્યાનમાં આવતી હોય તેવી સમસ્યાઓ તેમજ કાયદાને ધ્યાનમાં રાખી પોલીસને કરવામાં આવે તેવા કોઈ સૂચન હોય તો હાજર લોક દરબારમાં લોકો પાસેથી મેળવી વિસ્તૃત ચર્ચા જિલ્લા પોલીસવાળા દ્વારા સીધા સમાજ સાથે કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં હાજર નાના-મોટા ધંધાર્થીઓ વેપારીઓ રાજકીય આગેવાનો દ્વારા બોટાદ શહેરની ટ્રાફિક સમસ્યા તેમજ અન્ય સમસ્યાઓને લઈ વિસ્તૃત ચર્ચા જિલ્લા પોલીસ વડા દ્વારા સાથે કરવામાં આવી. જેમાં લોકોએ આપેલા સૂચનોને જિલ્લા પોલીસવાળાના સૂચન મુજબ લખી શક્ય હોય તેટલા સૂચનોને ગંભીરતાપૂર્વક અમલમાં લઈ લોકોની સમસ્યાનો નિરાકરણ આવે તે પ્રમાણે વાત કરવામાં આવી. તેમજ લોકોમાં પણ ટ્રાફિકને લઈ વાહન ચલાવવા વાહન પાર્કિંગ કરવા જેવી એવેરનેસ રાખવામાં આવે તેવું હાજર લોક દરબારમાં લોકોને પણ જણાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વેપારીઓ રાજકીય આગેવાનો તેમજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.આઈ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ પણ પોલીસ દ્વારા યોજાયેલ લોક દરબારમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...