સહાય:જિલ્લાના 34 સ્વ સહાય જૂથોને 36 લાખ રૂપિયાનું ધિરાણ અપાયું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદમાં જિલ્લા કક્ષાનો કેસ ક્રેડિટ કેમ્પ યોજાયો
  • ​​​​​​​રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ, 119 સ્વ સહાય જૂથોને પણ ધિરાણ અપાયું

બોટાદમાં આવેલ નાનાજી દેશમુખ એડિટોરીયમ નગરપાલિકા હોલ ખાતે તા. 21/5/22નાં રોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી., ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામ્યકક્ષાની જરૂરિયાતમંદ મહિલાઓના સ્વ-સહાય જૂથોને બેન્ક સાથે લીન્ક કરવાના હેતુ સાથે કેશ ક્રેડિટ કેમ્પ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ધીરૂભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમની શરૂઆત મંચ ઉપર ઉપસ્થિત જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અને અન્ય મહાનુભાવોનાં હસ્તે દીપપ્રાગટ્ય કરી કરી કરવામાં આવી હતી. આ ક્રેડીટ કેમ્પ દ્વારા બહેનોને આપવામાં આવતી ધિરાણની રકમ દ્વારા બહેનો આર્થિક રીતે પગભર થઈ શકે અને કોઈની પાસે હાથ લંબાવવો ન પડે તે માટે સરકારે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ચેક વિતરણ, કેશ ક્રેડિટ મંજૂરી પત્રો શ્રેષ્ઠ ત્રણ બેંક સખી, બી.સી.સખી, ડી-જીપે સખીઓનું અને શ્રેષ્ઠ બેંક મેનેજરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 254 જેટલી મહિલાઓ સહભાગી બની હતી.

અન્ય સમાચારો પણ છે...