કાર્યવાહી:ગઢડામાં ગઢાળી રોડ પરની વાડીમાંથી દારૂ, બિયરનો મોટો જથ્થો પકડાયો

બોટાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4278 બોટલ દારૂ અને બિયર સહિત કુલ રૂપિયા 26,68,710નો મુદ્દામાલ જપ્ત

બોટાદ જિલ્લા પોલીસના વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ તથા એલ.સી.બી. પો.ઇન્સ. એ.બી. દેવધા પોતાની પોલીસ ટીમ સાથે જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં સાથે હતા ત્યારે બાતમી મળી હતી કે, ગઢડા-ગઢાળી રોડ પર ખાવેલ ભરતભાઈ વાલેરાભાઈ ચાવડાની વાડીએ દારૂ અને બીયરોનો જથ્થો ઉતારેલ છે અને ત્યાંથી અલગ-અલગ સ્થાનો પર આ જથ્થો હેરફેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ બાતમીના આધારે હકિકત વાળા સ્થળ ઉપર વિભાગીય પોલીસ અધિકારી બોટાદ અને એલ.સી.બી.ની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી સંયુક્ત રીતે રેડ કરતા મોટી સંખ્યામાં દારૂ બિયરનો ગેરકાયદેસર જથ્થો શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ મુદ્દે બોટાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જાણ કરેલી હકીકત મુજબ આ રેડ દરમિયાન અલગ- અલગ બ્રાન્ડની દારૂની કુલ બોટલ નંગ 4278 અને કુલ બીયર ટીન નંગ 3431 મળી કુલ રૂપિયા 20,58,710 કિંમતનો દારૂ બીયરનો જથ્થો અને 3 બોલેરો પીકઅપ વાનની કુલ કિંમત રૂપિયા 6 લાખ ગણી કુલ રૂપિયા 26,68,710નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સંદર્ભે દારૂની ગેરકાયદેસર હેરફેર કરતાં અને પોતાની વાડીમાં દારૂનો જથ્થો ઉતારવા કુલ 7 આરોપીઓ શિવકુ જેઠસુ૨ભાઈ કાઠી રહે. રેફડા, તા.બરવાળા, વિજય ૨વુભાઈ બોરીચા, રહે ૨ાય૫૨, તા.ગઢડા, જયવી૨ ઉર્ફે લાલો ભોળાભાઈ ચાવડા, રહે. ગઢડા, ભરત વાલેરાભાઈ ચાવડા, રહે. ગઢડા તથા બોલેરો પીકઅપ ગાડી 3 ના અજાણ્યા 3 વાહન ચાલકો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અંધારાનો લાભ લઇને આરોપીઓ નાસી છૂટતા શોધખોળ આદરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસ સ્ટાફના વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ, એલ.સી.બી પી.આઈ. એ.બી. દેવધા, એ.એસ.આઈ. પ્રદીપસિંહ, હે.કો. રામદેવસિંહ મોરી, મયુરસિંહ ડોડીયા, રામદેવસિંહ ચાવડા, બળભદ્રસિંહ ગોહિલ, ભગીરથસિંહ, સહદેવ‌સિંહ તથા અશ્વિનભાઈ સહિતના જોડાયા હતા. આમ ગઢડામાં ગઢાળી રોડ પરની વાડીમાંથી દારૂ,બિયરનો મોટો જથ્થો પકડાયો હતો. જેમાં 4278 બોટલ દારૂ અને બિયર સહિત કુલ રૂપિયા 26,68,710નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...