તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • A Huge Fire Broke Out In A Pharmaceutical Factory On Ranpur Alav Road In Botad, And Plumes Of Smoke Appeared In The Distance.

ભીષણ આગ:બોટાદના રાણપુર-અળવ રોડ પર આવેલી દવાની ફેક્ટરીમાં વિકરાળ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

બોટાદએક મહિનો પહેલા
  • વિકરાળ આગમાં કંપનીની મોટાભાગની સામગ્રી બળીને ખાક થઈ

બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલા અળવ રોડ પર આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રી નામની દવાની ફેક્ટરીમાં આગની ઘટના બનાવ પામી છે, આ આગ ની જાણ તરતજ ફાયરબ્રિગેડ કરતાં ફાયરબ્રિગેડના સ્ટાફ આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાય હતો.

મળતી માહિતી મુજબ બોટાદના રાણપુર પાસે આવેલા અળવ રોડ પર આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રી નામની દવાની ફેકટરીમાં આગ ભુભકી ઉઠી હતી, જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરા તફરી માહોલ સર્જાયો હતો. આ આગના ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા અને દૂર દૂર સુધી દેખાયા હતા.

આ અંગેની જાણ બોટાદ ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર બિગ્રેડનો સ્ટાફ, ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે તાત્કાલિક દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ આગમાં લગભગ બધી સામગ્રી બળીને ખાક થઇ જવા પામી છે. આગ નું કારણ અને નુકશાની જાણવા મળેલ નથી, આ ઘટના ને લઈ બોટાદ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી, ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...