તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં રંગેચંગે પુષ્પ દોલોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પૂજ્ય મહંત સ્વામીએ અલગ અલગ કલરની પિચકારીઓથી ભકતોને રંગીને પુષ્પદોલોત્સવની ઉજવણી કરાઈ હતી. ત્યારે લાખૌ હરિભકતો પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાઈને ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી પુષ્પદોલોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે. આ વખતે પણ અતિપવિત્ર તીર્થ સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પુષ્પદોલોત્સવની વિરાટ સભા યોજાઈ હતી. જેમાં સંતો દ્વારા વર્ષોથી ઉજવાતો પુષ્પદોલોત્સવ વિશે ભકતોને માહિતગાર કર્યા હતા. ત્યારે ઉપસ્થિત સૌ ભક્તો ભગવાન તથા ગુરુના ચરિત્રોનું સ્મરણ કરીને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાયા હતા. આમ ભારતીય ધુળેટીના તહેવારને ભક્તિ ભેળવીને ઉત્સવનું સ્વરૂપ અપાઈ છે. ત્યારે BAPS સંસ્થા દ્વારા ઉજવાતો આ પુષ્પદોલોત્સવ ભારતીય ઉત્સવ પરંપરાનું પોષણ કરનારો બની રહેશે. સાળગપુર BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા યોજાયેલા પુષ્પદોલોત્સવ કાર્યક્રમમાં દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહીને ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી.
સાળંગપુર બી.એ.પી.એસ. મંદિર દ્વારા આજે યોજાયેલ ભવ્ય પુષ્પ દોલત્સવમાં મહંત સ્વામી દ્વારા આધ્યાત્મિક રંગ સાથે રંગાઈ તમામ મહિલા સહિત હરિભક્તોમાં અનેરો આનંદની લાગણીની અનુભૂતિ જોવા મળી હતી. આ ઉત્સવમાં હજારોની સંખ્યામાં આવનાર ભક્તો માટે 9000 જેટલા સ્વંયમ સેવકો દ્વારા જુદા જુદા 28 વિભાગોમાં પોતાની સેવા આપી ત્યારે આજે પણ મહંત સ્વામી પ્રમુખ સ્વામીની અનુભૂતિ સાથે સાક્ષાત્કાર પ્રમુખ સ્વામી હાજર હોય તેવી અનુભૂતિ સાથે તમામ હરિભક્તો,સંતો સહિત સેવકોએ આધ્યાત્મિક ભાવ સાથે પુષ્પ દોલત્સવની ઉજવણી કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.