તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:બોટાદ જિલ્લામાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા

બોટાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • કોરોનાના રોજેરોજ વધતા જતા કેસે નાગરિકોની ચિંતામાં વધારો કર્યો

બોટાદ જીલ્લામાં દિન પ્રતિદિન કોરોના કેસમા સતત વધારો થતો જાય છે. ત્યારે તા. 5/4/21ના રોજ એક સાથે કોરોનાના 8 કેસ પોઝીટીવ આવતા લોકોમા ફફડાટ ફેલાયો છે. તા. 5/4/21ના રોજ પોઝીટીવ આવેલા દર્દીઓ બોટાદ શહેરમાં મીરાપાર્ક ખાતે 40 વર્ષના પુરૂષને, સ્ટાફ ક્વાટર્સ ખાતે 52 વર્ષના પુરૂષને, પટેલ સમાજની વાડી પાસે 36 વર્ષના પુરૂષને, બોટાદ તાલુકાના સરવા ગામે 50 વર્ષના પુરૂષને, ઝમરાળા ગામે 70 વર્ષના પુરૂષને, બરવાળા તાલુકાના ખાંભડા ગામે 52 વર્ષના પુરૂષને, ટીંબલા ગામે 50 વર્ષના પુરૂષને, રાણપુર તાલુકાના જાળીલા ગામે 45 વર્ષના પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

પોઝીટીવ આવેલા તમામ દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. ત્રણ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી. જોકે, દિવાળી બાદ ફરી એકવાર કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના કારણે નાગરિકોમાં ચીંતાની લાગણી ફેલાઇ છે. નવા નોંધાતા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે. પોઝિટિવ કેસ વધુ નોંધાય છે તેની સામે સાજા થતાં દર્દીઓ ઓછા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો