તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બોટાદ જિલ્લામા વધુ 16 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, 23 લોકોએ કોરોનાને માત આપી

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામા 13 મેએ 614 લોકોના કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયા હતા જેમાથી કુલ 16 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 23 લોકો કોરોના સારવાર બાદ સાજા થતા રજા આપવામા આવી હતી. હાલમા જિલ્લામા કુલ 216 લોકો સારવાર લઇ રહ્યા છે.

પોઝીટીવ આવેલ દર્દીઓ જેમા બોટાદ તાલુકાના ઢાકણીયા ગામે 60 વર્ષના પુરૂષ, ગઢડા શહેરમા 55 વર્ષની સ્ત્રી, રાણપુર તાલુકાના ગોઘાવટા ગામે 19 વર્ષની છોકરીને, નાનીવાવડી ગામે 75 વર્ષના પુરૂષ, બરવાળા તાલુકાના પોલારપુર ગામે 9 વર્ષની બાળકીને, ગઢડા તાલુકાના પીપળ ગામે 60 વર્ષની સ્ત્રી, બોટાદ શહેરના સીતારામ સોસાયટી 47 વર્ષની સ્ત્રીને, સીટીઝન 59 પુરૂષ, પાવર હાઉસ ખાતે 38 વર્ષના પુરૂષને, બોટાદ તાલુકાના કારીયાણી ગામે 40 વર્ષની સ્ત્રી

બોટાદ શહેરમા આનંદધામ બંગ્લોઝ ખાતે 40 વર્ષની સ્ત્રી, ગઢડા તાલુકાના પૂર્વ ગઢાળી ગામે 55 વર્ષ સ્ત્રી, બૉટાદ તાલુકાના નાની વીરવા ગામે 70 વર્ષની સ્ત્રી, પાળીયાદ ગામે 62 વર્ષના પુરૂષ, રાજપરા ગામે 63 વર્ષના પુરૂષને અને બૉટાદ શહેરના લાતી બજારમા 21 વર્ષની સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...