વિવાદ:બોટાદમાં નવી બની રહેલી હોસ્પિટલના સામાન બાબતે ઝઘડો થતાં સામસામે ફરિયાદ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન બાજુમાં રોડ પર પડેલો હોઇ અને બાજુના મકાન ઉપર સિમેન્ટ ઊડવા બાબતે ઝઘડો થયો હતો

બોટાદમાં નવુ બની રહેલ હોસ્પિટલનો બાંધકામનો સામાન બાજુમા રોડ પર પડેલો હોય અને બાજુના મકાન ઉપર સિમેન્ટ ઉડી રહેલ બાબતે ઝઘડો થતા સામસામે ફરીયાદ નોંધાઈ હતી. પોલીસ સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ બોટાદના ગોપાલનગર સોસાયટીમાં રહેતા કરમશીભાઈ રામજીભાઈ મકવાણાના દિકરાની ગાયનેકની નવી હોસ્પિટલ બોટાદના હવેલીચોક પાસે આવેલી લાઈબ્રેરીની સામે બને છે ત્યારે તા.20/10/22 ના રોજ બોપરના 12:30 વાગ્યે કરમશીભાઈ મકવાણા અને તેમના પુત્ર ડો.લાલજીભાઈ મકવાણા નવી બનતી હોસ્પિટલે હાજર હતા.

ત્યારે નવી બની રહેલ હોસ્પિટલના બાજુમા આવેલ શક્તિ બકેટસના માલીક કાળુભાઈ અને વિશાલભાઈ આવેલ અને કરમશીભાઈને કહેલ કે તમારા બાંધકામના કારણે અમારા કારખાના અને મકાન ઉપર સિમેન્ટના છાંટા ઉડે છે જેથી કરમશીભાઈએ તેમના કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલને બોલાવીને કહેલ કે આ લોકોના મકાન અને કારખાનામાં સિમેન્ટ ના ઉડે તેનુ ધ્યાન રાખો તેટલી વારમાં કાળુભાઈ અને વિશાળભાઈએ ઉશ્કેરાઈને ત્યા પડેલ પાવડા લઈને કરમશીભાઈ ઉપર આડેધડ ઘા માર્યા હતા ત્યારબાદ આજુબાજુના માણસો ભેગા થઈ જતા કાળુભાઈ અને વિશાલભાઈ અને તેમની સાથેના માણસોએ કરમશીભાઈને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ કરમશીભાઈને ઈજાઓ થતા સારવાર માટે બોટાદની શિવાર્થ હોસ્પિટલે ખસેડવવામાં આવ્યા હતા.

તા.21/10/22 ના રોજ કરમશીભાઈના દિકરા બળદેવભાઈ કરમશીભાઈ મકવાણા 1:00 વાગ્યે મહીલા મંડલ રોડ પર આવેલ પોતાની મેડીકલ સ્ટોર પર હાજર હતા ત્યારે ત્યા મોન્ટુભાઈ રમેશ શેઠ રહે બોટાદ લાઈબ્રેરીની સામે અને એક અજાણ્યો ઈસમ બુલેટ લઈને આવેલા અને બળદેવભાઈ અને તેમના મેડીકલ ઉપર નોકરી કરતા મેહુલભાઈ હાજર હતા ત્યારે બન્ને શખ્સો ગાળો દેવા લાગેલ અને કહેલ કે મેડીકલ અને હોસ્પિટલ બંધ કરાવી દેવાની છે અને કોઈ પણ આ મેડીકલ કે હોસ્પિટલ ઉપર બેસસે તેને જાન થી મારી નાખવાના છે તેવી ધમકી આપતા બલદેવભાઈએ મોન્ટુ રમેશભાઈ શેઠ રહે.બોટાદ અને એક અજાણ્યા ઈસમ વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...