જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જે રસ્તાઓ પરથી મોટાં વાહનોની અવર-જવરનું પ્રમાણ વધુ છે. ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા, સાઇન બોર્ડ મૂકવા ઉપરાંત આ બેઠકમાં ભયજનક વળાંક કે ઢાળ હોય ત્યાં સાઇનેજિસ મૂકવા, કનેક્ટીંગ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા, જરૂર જણાંય ત્યાં પેચ વર્ક કરવા તથા રોડ એન્જિનિયરિંગ સંબંધિત મુદ્દાઓ તેમજ ગૂડ સમરટિયન એવોર્ડ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એક્શન ટેકન રિપોર્ટ, અકસ્માતો થતાં હોય તે સ્થળોની તપાસ કરી યોગ્ય પગલાં લેવા, સહિતના અનેક મુદ્દાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. ઉક્ત બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પરમાર, ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન (સ્ટેટ-પંચાયત), જિલ્લા આરોગ્ય અધિકારી, ચીફ ઓફિસરો, શિક્ષણાધિકારી, એસ.ટી.વિભાગ, માહિતી વિભાગ સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.