પોલીસે તજવીજ હાથ ધરી:દસક્રોઈના બોપલ તળાવ કિનારેથી 6 માસનું મૃત હાલતમાં ભ્રુણ મળ્યું

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી ચેક કરવા પોલીસે તજવીજ હાથ ધરી
  • પુરુષ જાતિનું છ માસનું મૃત ભ્રુણ કોથળીમાં ગુલમહોરના ઝાડ પાસેથી મળ્યું

બોપલ થી ડીપીએસ સ્કૂલ તરફ જવાના રોડ પર બોપલ તળાવના કિનારે સોમવારે સાંજના સમયે તાજું જન્મેલ છ માસનું ભ્રુણ પ્લાસ્ટિકની કોથળીમાંથી મળી આવતા લોકોના ટોળા ઉમટ્યા હતા.ઘટનાની જાણ થતાજ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃત પુરુષ જાતિના ભ્રુણ નો કબજો લઈ હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

કન્સ્ટ્રકશન લાઈનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા બોપલના એક યુવાન બોપલથી ડી.પી.એસ.સ્કૂલ તરફ જતા રોડની સાઈડમા બોપલ તળાવના કિનારે વોકિંગ ટ્રેક પર ગુલમહોર ના ઝાડ પાસે પ્લાસ્ટિકની કોથળીમા મૃત હાલતમાં તાજા જન્મેલા બાળકનું ભ્રુણ જોતા બોપલ પોલીસમાં જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાજ બોપલ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી મૃત ભ્રુણનો કબજો લઈ તપાસ અર્થે બોપલ સરકારી હોસ્પિટલમાં લઈ ગયેલ.ડોક્ટરોએ તપાસ કરતા આ ભ્રુણ આશરે છ એક માસનું તાજું જન્મેલ પુરુષ જાતિનું શિશુ માનવ ભ્રુણ હોવાનું જણાવતા આ ભ્રુણ ને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ રૂમમાં લઈ જવાયેલ. બોપલ પોલીસે મૃત હાલતમાં માનવ ભ્રુણ તરછોડનાર ને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...