લોનધારકોએ હપ્તા જ ન ભર્યા:બોટાદમાં હાઉસિંગ લોન લીધા બાદ હપ્તા ન ભરતા 10 શખસ સામે ફરિયાદ કરાઈ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પટેલ ટાવરમાં મકાન ખરીદવા લોન લીધા બાદ 4-5 વર્ષથી લોનધારકોએ હપ્તા જ ન ભર્યા
  • ફાઈનાન્સ કંપનીએ સ્થળ તપાસ કરતા લોનધારકો પાસે મિલકતમાં મકાન જ મળ્યા નહીં

બોટાદ શહેરમા ભાવનગર રોડ રેલ્વે ફાટક પાસે પટેલ ટાવરમાં મકાન ખરીદવા માટે ખાનગી ફાયનાન્સ કંપની પાસેથી લાખો રૂપિયાની લોન લીધા બાદ ચાર 5 વર્ષથી લોનધારકોએ લોનન હપ્તા જ ન ભરતા લોન લેનાર, કૉ-બોરોઅર અને ગેરેન્ટર સહિત જુદા જુદા 10 લોકો વિરૂદ્ધ ફાયનાન્સ કંપનીનાં મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ખાતે આધાર હાઉસિંગ ફાયનાન્સ કંપની લીગલ મેનેજર તરીકે ફરજ બજાવતા રત્નેશભાઈ રમેશચંદ્ર ત્રિવેદીની બોટાદ ખાતે રોયલ પ્લાઝા દુકાન નં.302માં ફાયનાન્સ કંપનીની શાખામાંથી વર્ષ 2016માં બોટાદશહેરનાં ભાવનગર રોડ, રેલ્વે ફાટક પાસે, પટેલ ટાવરમાં મકાન ખરીદવા માટે બોરોઅર ઈમ્તિયાઝ હારૂન કુંડલિયા (રહે. 97-91 જમાઈનગરએ મકાન ખરીદવા માટે રૂ. 10,92,984ની લોન લીધી હતી.

તેમાં કૉ- બોરોઅર તરીકે જમીલાબેન ઈમ્તિયાઝ કુંડલિયા (રહે. વારો સોસાયટી, બોટાદ) અને ગેરેન્ટર તરીકે ફેજલ યુનુસભિયા આરબીયાણી (રહે. તાજપર ગેટ માઘવાડી શેરી) વાળા રહ્યા હતા. લોન લીધા બાદ ઇમ્તિયાઝ કુંડલીયાએ છેલ્લો હપ્તો તા.8/1/2018નાં રોજ ભર્યો બાદ આજદિન સુધી હપ્તો ભર્યો ન હતો. જેથી વ્યાજ અને પેનલ્ટી મળી કુલ રૂ.19,13,124ની રકમ ભરપાઈ કરી નથી. જ્યારે બોરોઅર અજિત ધીરૂભાઈ સરકડિયા (રહે. ખોડીયારનગર-1 બોટાદ)એ પણ પટેલ ટાવરમાં ત્રીજા માળે ફ્લેટમાં મકાન ખરીદવા રૂ. 10,29,041ની લોન લીધી હતી.

આ કિસ્સામાં કૉ-બોરોઅર તરીકે મુકેશ ધીરૂભાઈ સરકડીયા અને ગેરેન્ટર તરીકે તુરખા રોડ ઉપર રહેતા ઠાકરશીભાઈ પરમાર હતા. તેઓએ લોનનો છલ્લો હપ્તો તા.14/05/18 નાં રોજ ભર્યા હતા ત્યાબાદ એક પણ હપ્તો ન ભરતા તેની પાસેથી રૂ. 19,67,827ની હપ્તાની રકમ લેવાની બાકી છે. જ્યારે બોરોઅર ફેજલ યુનુસભાઈ આરબીયાણી (રહે. તાજપરગેટ બોટા)એ પટેલ ટાવરમાં ત્રીજા માળે ફ્લેટમાં મકાન લેવા માટે રૂ.10,32,694 ની લોન લીધી હતી.

આ લોન કૉ-બોરોઅર તરીકે કૉ-બોરોઅર તરીકે અફસાનાબેન ફેજલભાઈ આરબીયાણી અને ગેરેન્ટર તરીકે સાળંગપુર રોડ ઉપર રહેતા ઇકબાલ યુનુસભાઈ ગલઢેરા હતા. આ ઇસમેં છેલ્લો હપ્તો તા.8/1/18નાં રોજ ભર્યો હતો ત્યાબાદ આજદિન સુધી હપ્તો ન ભરતા તેની પાસે રૂ.19,13,124ની રકમ બાકી છે.જ્યારે બોરોઅર ઇકબાલ યુનુસભાઈ ગલઢેરા રહે. સાળંગપુર રોડ વાળાએ પણ પટેલ ટાવરનાં પહેલા માળે ફ્લેટ નં.101ની ખરીદી માટે રૂ.8,82,371ની લોન લીધી હતી. જેમાં કૉ- બોરોઅર તરીકે સાળંગપુર રોડ ઉપર રહેતા ઉજેર ઇકબાલ ગલઢેરા અને ગેરેન્ટર તરીકે ઈમ્તિયાઝ હારૂભાઈ કુંડલિયા રહે. બાવળીયા ચોક બોટાદ વાળા હતા.

આ શખ્સે પણ છેલ્લો હપ્તો તા.21/7/17 નાં રોજ ભર્યો હતો ત્યારબાદ લોનની રકમનો હપ્તો ન ભરતા તેને વ્યાજ અને પેનલ્ટી સહીત હપ્તાની કુલ રકમ રૂ.16,87,195, ભરવાની બાકી છે. આ તમામા ધારકોને ફાયનાન્સ કંપની દ્વારા અવાર નવાર હપ્તો ભરવાનું કહેવા છતાં લોન ભરવામાં આનાકાની કરવામાં આવતી હતી. જેથી ફાયનાન્સ કંપનીએ તપાસ કરતા લોન માટે જે અરલ રજીસ્ટર દસ્તાવેજો દર્શાવવામાં આવ્યા હતા ત્યાં બહુમાળી બિલ્ડીંગ હોવાને બદલે અધૂરૂ બાંધકામ થયેલી બિલ્ડીંગ જોવા મળી હતી.

આ ઉપરાંત ઊંડાણપૂર્વક તપાસ કરતા લોનધારકો પાસેની મિલકતમાં મકાનો જ ન હોવાનું અને ખોટા ખોટા સોગંદનામા રજૂ કરી તમામ ઈસમો દ્વારા વ્યાજ અને પેનલ્ટી સહીત રૂ.74,81,270,નાં નાણા ન ભરી ફાયનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી છે.

આ છેતરપિંડીને લઇ ફાયનાન્સ કંપનીનાનાં લીગલ મેનેજરે બોટાદ પોલીસ સ્ટેશનમાં ઈમ્તિયાઝ કુંડલીયા, જમીલા કુંડલીયા, ફેજલ આરબીયાણી, અજિત સરકકડીયા, મુકેશ સરકડીયા, નરોતમ પરમાર, ફેઝલ આરબીયાણી, અફસાના આરબીયાણી, ઇકબાલ ગલઢેરા અને ઉજેર ગલઢેરા સહીતનાં સામે ફરિયાદ નોંધવાતા બોટાદ પોલીસે તમામ ઇસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લામાં હાઉસિંગ લોનો લેભાગુ તત્વો બેન્કોમાંથી લઈને હપ્તા ભરતા હોતા નથી. જેથી ફાઈનાન્સ કંપનીને ભોગવવાનું આવે છે. જેની તપાસ થાય તો વધુ માહિતી બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...