વીજકરંટ:ભાણગઢમાં ફસાયેલો પતંગ લેવા જતા બાળકને કરંટ લાગ્યો

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખાતે ખસેડ્યો

ધોલેરા તાલુકાના ભાણગઢ ગામે તા. 13/1/22 નાં રોજ બપોરનાં 12.25 કલાકે વીજળીનાં થાભલા ઉપર ફસાયેલી પતંગને ઉતારવા જતા 15 વર્ષના બાળકને વીજ શોક લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ધોલેરા તાલુકાના ભાણગઢ ગામે તા. 13/1/22 નાં રોજ બપોરનાં 12.25 કલાકે 15 વર્ષનો બાળક જોનીભાઇ મનસુખભાઇ વસાણી વીજળીનાં થાંભલા ઉપર ફસાયેલી પતંગ લેવા વીજળીનો શોક લાગ્યો હતો.

બાળકને વીજ શોક લગતા શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોચી હતી. આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા તેઓએ આ બનાવની જાણ ધોલેરા 108 એમ્બ્યુલન્સને કરતા પાઈલોટ આદમભાઈ અને ઈ.એમ.ટી. હિમ્મતભાઈ બારૈયા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્ત બાળકની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...