• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • A Child Lost His Father's Shadow And Became An Orphan Due To Poisoned Liquor; Taking The Photo And Asking When Will My Father Come?

માસૂમને ખબર નથી કે પિતા હવે ક્યારેય નહીં આવે:ઝેરી દારુના કારણે બાળકે પિતાની છત્રછાયા ગુમાવી; ફોટો લઈને પૂછી રહ્યો છે- મારા પપ્પા ક્યારે આવશે?

22 દિવસ પહેલાલેખક: સારથી એમ. સાગર, કિશન પ્રજાપતિ

લઠ્ઠાકાંડમાં રોજિદ ગામમાં મૃત્યુઆંક વધીને 12એ પહોંચ્યો છે. ગામમાં અનેક લોકોના જીવનને ખૂબ જ માઠી અસર પહોંચી છે. તો ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક 3 વર્ષના બાળકે ઝેરી દારુના કારણે પોતાના પિતા ગુમાવ્યા છે. હવે તે બાળક પોતાના વિધવા બા સાથે રહેશે. બાળકને ખ્યાલ પણ નથી કે તેના સાથે શું થઈ રહ્યું છે. તે તો બિચારું પપ્પાનો ફોટો લઈને રાહ જોઈ રહ્યુ છે કે હમણાં મારા પપ્પા આવશે ને મને મીઠો માવો ખવડાવશે.

બાળક નિર્દોષપણે તેના દાદી સાથે રમી રહ્યું છે
બાળક નિર્દોષપણે તેના દાદી સાથે રમી રહ્યું છે

કેવલ નામના આ બાળકને ખબર નથી કે તેના પિતા ગુજરી ગયા છે. બાળક સવારે ઉઠ્યો ત્યારથી એના પપ્પા પાસે જવું છું, પપ્પા પાસે જવું છું એવું કહીને ઘરમાં રમી રહ્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એની કાલી ઘેલી ભાષામાં જણાવ્યું કે, મારા પપ્પા મારા માટે મીઠો માવો લાવતા. મારા પપ્પા મને રમવા લઈ જતા. ફરવા લઈ જતા. તે પપ્પાની રાહ જોઈ રહ્યો છે અને કહીં રહ્યો છે કે મારા પપ્પા બહાર ગયા છે આવતા જ હશે.

બાળકને ઉછેરવું કેમનું તે જ સૌથી મોટો પ્રશ્ન
અત્યારે બાળકને 65 વર્ષના વસંતબેન રાખી રહ્યા છે. બેન ના બે દીકરા છે એમાંથી એક દીકરા દિનેશભાઈનું મોત થયું છે અને બીજો દીકરો તેમના પરિવારથી અલગ રહે છે. બેનના પતિનું પણ થોડાક વર્ષો અગાઉ નિધન થયું છે. તેઓ વિધવા છે. ઘરમાં આવકનો કોઈ સ્ત્રોત નથી હવે એવામાં આ નોંધારું બાળક કેવી રીતે મોટું થશે એની ચિંતા વસંતબેનને સતાવી રહી છે.

બાળકના પરિવારજનોએ સરકાર પાસે સહાયની માગણી કરી છે
બાળકના પરિવારજનોએ સરકાર પાસે સહાયની માગણી કરી છે

પરિવારજનો દ્વારા સહાયની માગ
કુટુંબીઓ દ્વારા બાળકનું ભરણપોષણ કરવામાં આવી રહ્યું છે પણ વસંતબેન જે બાળકના બા છે એમની સરકાર પાસે માંગ છે કે આ બાળક મોટું થાય એનું સારી રીતે ઘડતર થાય એ માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવે.

મૃતકના બહેન
મૃતકના બહેન

મારી બે દીકરી પપ્પાની રાહ જોઈ રહી છે
રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ પ્રદીપ 2 દીકરીનો બાપ હતો અને પરિવારમાં એકમાત્ર કમાવનાર હતો. તેમના મોતથી પરિવાર નિ:સહાય થઈ ગયો છે. તેમની 3 અને 5 વર્ષની દીકરી આજે પપ્પાના ઘરે આવવાની રાહ જોઈ રહી છે. ગામમાં આવા કેટકેટલાય લોકોના જીવ ગયા છે અને ત્યાનું વાતાવરણ ગમગીન બન્યું છે.

મારા ભાઈને હવે હું ક્યા શોધવા જઈશ, હું રાખડી કોને બાંધીશ?
25 વર્ષીય દીપકભાઈનો પણ લઠ્ઠાકાંડમાં જીવ ગયો છે. ત્યારે તેમની બહેન ચોધાર આસુંડે રડી રહી છે અને કહી રહી છે કે હું રાખડી કોને બાંધીશ? હું હવે તેને શોધવા ક્યા જઈશ? જ્યારે તેમની પત્નીની કંઈ પણ કહેવાની હાલ હિંમત નથી. તેમનો આ અવાજ સાંભળીને ભલભલાની આંખમાંથી આંસુ આવી જાય તેવો માહોલ ગામમાં સર્જાયો છે.

ગામમાં દરેક ઘરમાં હાલ એક-એક મૃતદેહ નજરે આવી રહ્યો છે
ગામમાં દરેક ઘરમાં હાલ એક-એક મૃતદેહ નજરે આવી રહ્યો છે

મેં ઘણા સમજાવ્યા બાદ પણ દારુ ના છોડ્યો, એ જ દારુ તેમને ભરખી ગયો
તેઓ સાંજે ઘરે આવ્યા અને એકદમથી ઉલટીઓ શરુ કરી દીધી, ત્યારે જાણ થઈ કે તેઓ દારુ પીને આવ્યા છે. અમે હોસ્પિટલ લઈ ગયા તાત્કાલીક સારવાર પણ શરુ થઈ પણ તેમનો જીવ ન બચી શક્યો. હાલ પરિવારમાં તેઓ જ કમાવતા હતા, હવે ઝેરી દારુના કારણે અમે નિ:સહાય બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...