છેતરપિંડી કરવાનો પ્રયાસ:બોટાદ PSIના નામ અને ફોટોવાળું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવાયું

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઢડાના સામાજિક કાર્યકરનો સંપર્ક કરી ઓછી કિંમતથી ફર્નિચર વેચવાનું કહી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરાયો

બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભગીરથસિંહ વાળાના નામ અને ફોટાવાળું સાચા નામમાં એકાદ સ્પેલિંગમાં ફેરફાર કરી કોઈ અજાણ્યા ઇસમે ખોટું ફેસબુક આઈ.ડી. બનાવી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરાવતા ભગીરથસિંહ વાળાએ આવા ખોટા ફેસબુક કે અન્ય એકાઉન્ટથી દૂર રહેવા સુચના આપી છે.

તાજેતરમાં ફેસબુકના માધ્યમથી ખોટુ આઇ.ડી. બનાવી લોકોને ગુમરાહ કરવાના અને જે તે પરિચિત લોકોને શીશામાં ઉતારવાનો કિમિયો આદરી ઠગ લોકો મેદાનમાં ઉતર્યા છે. આ પ્રકારની માનસિકવૃતિ ધરાવતા અને લોકોને યેનકેન પ્રકારે ગુમરાહ કરી ઓનલાઈન પેમેન્ટ મોકલવા મજબૂર કરતા કિસ્સામાં બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. ભગીરથસિંહ વાળાના નામથી સાચા નામમાં એકાદ સ્પેલિંગમાં ફેરફાર કરી પી.એસ.આઈ.નો ફોટો મૂકીને ફેસબુક આઈ.ડી. સક્રીય કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ બાબતે ગઢડાનાં એક સામાજિક કાર્યકર પ્રભાકરભાઈ મોદીના ફેસબુક મેસેન્જરમાં પી.એસ.આઈ.ના નામની ફેંક આઈ.ડી. ઉપરથી મેસેજ આવ્યો હતો. જેમાં પહેલા હાઈ-હેલ્લો કરી ફોન નંબર માંગી સી.આર.પી.એફ. કેમ્પના સંદિપકુમાર પોતાના મિત્ર હોવાનું અને જેની બદલી થતા ખૂબજ ઓછી કિંમતથી ફર્નિચર વેચવાનું હોવાથી સી.આર.પી.એફ ના સંદીપકુમારનો ફોન આવે તો યોગ્ય કરવા ભલામણ કરી હતી. પરંતુ પી.એસ.આઈ. ભગીરથસિંહ વાળાને પ્રભાકરભાઈ ઓળખતા હોવાથી આ મેસેજમાં ગરબડ જણાતા પી.એસ.આઈ.નો ટેલિફોનીક સંપર્ક કરી મેસેજ અંગે ખરાઈ કરી હતી. ત્યારે આ બાબતે પી.એસ.આઈ.એ નામ સ્પેલિંગમાં એક શબ્દ ફેરફાર કરી ફોટો મૂકી કોઈએ ફેંક આઈ.ડી. બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાની‌ સાથે ઘણા લોકોએ ટેલિફોનીક ખરાઈ કરી હતી

અન્ય સમાચારો પણ છે...