ધરપકડ:સરવા ગામેથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ એસઓજીની ટીમે દવા, બોટલ, સિરિંજ સહિત 63 હજારનો મુદ્દામાલ કબજે લીધો

બોટાદ એસ.ઓ.જી ટીમે સરવા ગામે ડીગ્રી વગરનો ડોક્ટર પ્રેક્ટીસ કરતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ડિગ્રી વગરના મેડિકલ પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડી પોલીસે ડોક્ટર પાસથી દવાની ટીકડીઓ, બોટલ,સીરિંજ, નીડલ, સ્ટેથોસ્કોપ, ઓક્સીમીટર તથા સ્ફીગ્મોમેમો મીટર તથા મેડીકલ પ્રેકટીસને લગતા સામાન કિ.રૂ. 36458, મોબાઇલ ફોન કિ.રૂ. 10 હજાર અને રોકડ રૂ. 16950 મળી કુલ રૂ. 63408નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ ચેકીંગની દરમિયાન તે દરમિયાન પેરોલ ફર્લો સ્કોડ બોટાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ જયેશભાઇ ગભરૂભાઇ નાઓને ચોક્કસ બાતમી મળી હતી કે, સરવા ગામે નીચલા પ્લોટ વિસ્તારમાં અલ્પેશભાઇ વલ્લભભાઇ રંગપરા (રહે.હાલ સરવા, નીચેનો પ્લોટ, મુળ ગામ, ગોરડકા તા.ગઢડા જી.બોટાદ) પોતે ડોક્ટર ન હોવા છતા ડોક્ટર તરીકેની ઓળખ આપી કોઇપણ જાતની મેડિકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી ક્લીનિક ચલાવી ક્લીનીકમાં દવાની ટીકડીઓ, બાટલાઓ,સીરીજ, નીડલ, સ્ટેથોસ્કોપ, ઓક્સીમીટર તથા સ્ફીગ્મોમેમો મીટર રાખી દર્દી ઓની સારવાર કરે છે

જે બાતમીના આધારે એસ.ઓ.જી.ટીમે પાળીયાદ સરકારી હોસ્પિટલના ડોક્ટર કાથડને સાથે રાખી સરવા ગામે દરોડા પાડી અલ્પેશ વલ્લભભાઈ રંગપરા પાસે મેડીકલ પ્રેકટીસ કરવા માટેનુ કોઇ ડીગ્રી કે મેડીકલ સર્ટીન હોવાથી બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાયવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...