ભવ્ય ઉદ્‌ઘાટન:કુંડળધામમાં 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિની સ્થાપના કરાઇ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમીત શાહની રામ-લક્ષ્મણની જોડી છે : જ્ઞાનજીવનદાસજી સ્વામી

બરવાળા તાલુકાના કુંડળધામ ખાતે તા.1/11/21નાં રોજ પરંપરાગત 30મી શિબિરનું ભવ્ય ઉદ્‌ઘાટન ભારતના કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ અને કુંડળધામના પ્રેરક પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સભા મંડપમાં ઉપસ્થિત હજારો ભક્તોએ ધ્વજ લહેરાવી તાળીઓના ગડગડાટ સાથે ગૃહમંત્રી અમીતભાઈ શાહ અને ઉપસ્થિત મહાનુભાવોનું હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે કુંડળધામના પ્રેરક પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તેમના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, “ખૂબ ખુશી થાય છે કે આપણને નરેન્દ્ર મોદી અને અમીત શાહ મળ્યા છે. આ રામ-લક્ષ્મણની જોડી છે. ખભેખભો મિલાવી ભારત દેશનું ઉત્થાન કરી રહ્યા છે ત્યારે ભારત દેશની તમામ પ્રજાના એમના ઉપર આશીર્વાદ વરસી રહ્યા છે. ”સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, “સર્વ જીવ હિતાવહ” એવું કાર્ય ભારત-સરકાર કરી રહી છે ત્યારે અમે કુંડળધામના બધા સંતો અને હજારો ભક્તો ખુશ છીએ.

પરમાત્મા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને અને અમીત શાહને ખૂબ શકિત અને સારુ સ્વાસ્થ્ય આપે તેવી સંતો-ભક્તોના હદયની પ્રાર્થના ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ભગવાન એમની સાથે રહે. ખૂબ સારા એવા આપણા દેશના બધા ઉત્થાનના કામ થાય એટલી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આ પ્રસંગે કુંડળધામ તરફથી ભાવનગરની શિશુ વિહાર સંસ્થાના અનુમોદન માટે રૂપિયા પાંચ લાખનો ચેક ગૃહમંત્રી અમીતભાઈ શાહના હસ્તે અપાયો હતો. તેમજ સુરેન્દ્રનગરની વિધવા બહેનો માટેની સંસ્થાને પણ પાંચ લાખનો ચેક અપાયો હતો. પ્રસિદ્ધ ગાયક દલેર મહેંદીને સન્માનપત્ર અને ગીર ગાયની પ્રતિકાત્મક ભેટ અપાઈ હતી. કલાપ્રેમી જોરાવરિંસહ જાદવ અને ડીએસપી-બોટાદને સન્માન પત્ર અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...