તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:બોટાદ જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ નોંધાતાં ફફડાટ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા કેસોથી કુલ આંકડો 666 થઈ ગયો

બોટાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 9 કેસો પોઝીટીવ આવ્યા છે. જયારે વધુ 9 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. બોટાદ શહેર અને જીલ્લામાં 17 સપ્ટેમ્બરે વધુ 9 પોઝીટીવ કેસો આવ્યા છે જેમાં બોટાદ શહેરના મોટિવાડી માં 29 વર્ષીય પુરુષ, હિફલી માં 73 વર્ષીય પુરુષ, તુલસીનગર 1 માં 25 વર્ષીય પુરુષ, ભીમનગર માં 45 વર્ષીય પુરુષ, મારુતિ નગરમાં 55 વર્ષીય પુરુષ, મોટા પાળીયાદ ગામે 31 વર્ષીય પુરુષ, તુરખા ગામે 30 વર્ષીય પુરુષ અને રોહિશાળા ગામે 70 વર્ષીય પુરુષ તેમજરાણપુર ના નાગનેસ ગામે 65 વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે .જ્યાં પોઝીટીવ આવેલા તમમાં દર્દીઓને સારવાર માટે કોવિડ ૧૯ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.તેમજ તબીબો દ્વારા તેઓને જરૂરી સારવાર શરુ કરવામાં આવી છે .તેમજ આ દર્દીઓને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે જાણવા મળેલ નથી .દર્દીઓના સપર્કમાં આવનાર વ્યક્તિઓને કોરોનટાઈન અને હોમ કોરોનટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી .ઉલ્લેખનીય છે કે ,બોટાદ જીલ્લામાં કોરોનાનો કુલ આકડો 666 થયો છે.જેમાંથી 502 દર્દીઓને સારવાર બાદ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે .જયારે 157 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે .અને 7 દર્દીના મોત થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો