રેડ:જાળીલા ગામે આંગણવાડી પાછળથી 9 જુગારી પકડાયા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જુગારીઓ પાસેથી રૂ.12660નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાણપુર તાલુકાના જાળીલા ગામે જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે રેડ પાડી નવ ઈસમોને રૂ 12660 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર પોલીસ સ્ટાફના ઇન્દ્રજીતસિંહ મોરી, ગભરૂભાઈ અનેો ગોબરભાઈ મેવાડા વગેરે તા.14/4/2032નાં રોજ સાંજે 4.00 કલાકે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાણપુર તાલુકાના જાળીલા ગામે આવેલ આંગણવાડી પાછળ રેડ પાડતા જાહેરમાં પૈસાની હાર-જીતનો ગંજીપાના વડે જુગાર રમતા નવ જુગારીઓને રૂપિયા 12660 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાડ્યા હતા.

આ આ રેઇડ દરમિયાન પોલીસે રણજીત કલ્યાણ ખાવડીયા, મનોજ રમણ મીઠાપરા, અમરશી ધરમશી ડાભી, રમણ મીઠા ખાવડીયા, જસમત પોપટ બારૈયા, જશા કાના ઠોળીયા,સુભાષ હીરા વડદરિયા, હારુન અબ્દુલભાઈ ભટ્ટી, ગોરધન નોધાભાઈ ઓગાણીયા તમામ રહે.જાળીલા વાળાને ઝડપી પાડી રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે. પોલીસની કાર્યવાહીથી નાસભાગ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...