તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બરવાળા તાલુકાના રામપરા ગામેથી 9 જુગારી ઝડપાયા, રૂ.15970નો મુદ્દામાલ કબજે લેવાયો

બોટાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બરવાળા તાલુકાના રામપરા પૂરણીય શેરીમા જુગાર મરતા હોવાથી પૂર્વ બાતમીના આધારે પોલીસે રેઇડ પાડી જાહેરમા તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા 9 સકુનીઓને રૂ. 15970ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

શનિવારના રોજ રાત્રે બરવાળા પોલીસ સ્ટાફના રામદેવસિંહ ચાવડા, રામદેવસિંહ દેવુભા મોરી વગેરે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે બરવાળા તાલુકાના રામરા ગામે પૂરણીયા શેરીમા મોડી રાત્રે જુગાર રમતા 9 સકુનીઓને પોલીસે રૂ. 15970ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જેમા જયેશભાઇ ઉર્ફે જશો શામજીભાઇ સોલંકી (રહે. રામપરા), મહેશ ઉર્ફે વિપુલ ભુપતભાઇ કોગતીયા (રહે. કેરીયા-2), નિતીન ઉર્ફે વગો વલ્લભભાઇ કલાડીયા (રહે. લાખેણી તા.બોટાદ), બાબુ છનાભાઇ કલાડીયા (રહે.લાખેણી તા.બોટાદ), ઘનશ્યામ ઉર્ફે ઘનો ધીરૂભાઇ કોગતીયા (રહે. કેરીયા-2 તા.બોટાદ), હરેશ કાળીદાસભાઇ પુરાણીયા (રહે.રામપરા તા.બરવાળા), કુલદીપ બાબભાઇ ખાચર (રહે. સમઢીયાળા તા.બોટાદ), પ્રદીપ ગભરૂભાઇ પટગીર (રહે. કારીયાણી તા.બોટાદ) અને પ્રતાપ જૂરૂભાઇ પટગીર (રહે. કારીયાણી)ને પોલીસે ઝડપી રૂ. 15970નો મુદ્દામાલ કબ્જે કરી બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...