તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે 9 કોરોના પોઝિટિવ કેસ

બોટાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર્દીઓમાં 23 વર્ષથી લઇ 70 વર્ષની વયના વધુ, નાગરિકોમાં ચિંતા પ્રસરી

બોટાદ જિલ્લામાં તા. 6 મંગળવારના રોજ વધુ 9 કેસ કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં બોટાદ શહેરના મોચીનગર ખાતે 35 વર્ષની સ્ત્રીને, ઉમિયાનગર ખાતે 69 વર્ષના પુરૂષને, સ્ટાફ ક્વાર્ટર જનરલ હોસ્પિટલમાં 23 વર્ષની સ્ત્રીને, મેઘાણી હોસ્પિટલ પાસે 70 વર્ષની સ્ત્રીને, આનંદધામ ખાતે 74 વર્ષના પુરૂષને, ભાવનગર રોડ ખાતે 24 વર્ષની સ્ત્રીને, રાણપુર શહેરમાં રેલવે સ્ટેશન પાસે 43 વર્ષનાં પુરૂષને, મારૂતિ નગરમાં 35 વર્ષના પુરૂષને અને રાણપુર તાલુકાના ખોખાર્નેશ ગામે 30 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંક 9 રહ્યો છે. જિલ્લામાં નવો સ્ટ્રેઇન દેખાયો હોવાથી લોકોએ હવે પહેલા કરતાં વધારે સાવચેત રહેવું પડે તેમ છે. નાગરિકો હવે કોરોનાને વધારે મહત્ત્વ આપી રહ્યા નથી. કોરોના ગયો હોવાનું માની પોતાની મનમાની કરી રહ્યા છે. જેના કારણે જિલ્લામાં નોંધાતા કેસની સંખ્યા રોજેરોજ વધતી જઇ રહી છે. માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવા જેવી બાબતોને નાગરિકોએ માનવી જ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો