• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • 8 More Cases Of Corona Positive Were Reported In Botad District On Sunday: 2 In The City, 1 1 In Lathidar, Khukhai Village.

કોરોનાનો કહેર:બોટાદ જિલ્લામાં રવિવારે વધુ 8 કેસ કોરોના પોઝિટિવ નોંધાયાઃ શહેરમાં 2, લાઠીદડ, ખુખાઇ ગામમાં 1-1 કેસ

બોટાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે.જેમાં છેલ્લા 24 કલાકમાં બોટાદ જિલ્લામાં કોરોના પોઝીટીવના 8 કેસો સામે આવ્યા છે. જ્યાં બોટાદ જિલ્લામાં કોરોનાનો કુલ આકડો 236 ઉપર પહોચ્યો છે.

બોટાદ જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે .પોઝીટીવ કેસો શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પોતાનો પગપસેરો કરી રહ્યા છે. સતત વધી રહેલા પોઝીટીવ કેસોના કારણે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દોડધામ મચી છે. જીલ્લામાં કોરોનાનું લોકલ સક્રમણ વધ્યું હોઈ તેવું પણ લાગી રહ્યું છે. જ્યાં 26 જુલાઈ ના રોજ બોટાદ જીલ્લામાં વધુ 8 કેસો પોઝીટીવ આવ્યા છે. જેમાં બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર 63 વર્ષીય પુરુષ, હિફલી શેરી નંબર 8માં 73 વર્ષીય પુરુષ, લાઠીદડ ગામે 57 વર્ષીય પુરુષ, ખાખુઈ ગામે 72 વર્ષીય પુરુષ, રાણપુરના દેસાઈ વોરાવાડમાં 63 વર્ષીય પુરુષ, ગઢડા તાલુકાના પડવદર 60 વર્ષીય મહિલા, સીતાપુર ગામે 60 વર્ષીય મહિલા અને ધુફણીયા ગામે 65 વર્ષીય પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે .

પોઝીટીવ આવેલા તમમાં દર્દીઓને સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ તબીબો દ્વારા તેઓને જરૂરી સારવાર શરુ કરવામાં આવી છે. દર્દીઓના સપર્કમાં આવનાર વ્યક્તિઓને કોરોનટાઈન અને હોમ કોરોનટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી . તેમજ જે દર્દીઓને પોઝીટીવ કેસ આવેલ છે તે વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા સેનેટાઈઝ દવા નો છટકાવ કરવામાં આવ્યો હતો. બોટાદ જીલ્લામાં કોરોનાનો કુલ આકડો 236 પર પોહચી ગયો છે. જેમાંથી 130 દર્દીઓને સારવાર બાદ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 99 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. 7 દર્દીના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...