તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:બોટાદ જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદ જિલ્લામાં કોરોનાના 8 કેસો કોરોના પોઝીટીવ આવ્યા છે. જયારે આજે સોમવારે જીલ્લાના 7 જેટલા દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

જ્યારે 5 ઓગસ્ટ ના રોજ બોટાદ જીલ્લામાં 8 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેમાં બોટાદ શહેરના ગઢડા રોડ ખાતે 40 વર્ષની સ્ત્રે, શિવપરામાં 60 વર્ષની સ્ત્રી, નવકાર રેસિડેન્સીમાં 33 વર્ષના પુરુષ, રેલ્વે કોલોનીમાં 55 વર્ષની સ્ત્રી, તુરખા રોડ ખાતે 26 વર્ષના યુવકને, બોટાદ તાલુકાના કેરિયા ખાતે 30 વર્ષના પુરુષ, મોટીવાડીમાં 68 વર્ષના પુરુષ, પાંચપડામાં 72 વર્ષના પુરુષને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...