અકસ્માત મૃત્યુમાં ચેક અપાયા:ગઢડા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના પરિવારને વીમા ક્લેઈમ અંતર્ગત 8 લાખના ચેકનું વિતરણ કરાયું: તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) માર્કેટ યાર્ડ ખાતે આજરોજ સમિતિના ચેરમેન સુભાષ હુંબલના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઢડા (સ્વા) માર્કેટયાર્ડ દ્વારા ગ્રુપ વીમા ક્લેઇમ અંતર્ગત અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતોના વારસદારોને રૂપિયા 8 લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

8 લાખના વિમાના ચેકોનું વિતરણ
બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) માર્કેટ યાર્ડ ખાતે​​​​​​​ આજરોજ સમિતિના ચેરમેન સુભાષ હુંબલના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂત ખાતેદારો સ્વર્ગસ્થ મનસુખભાઈ માવજીભાઈ ગાબાણી રહે. ખોપાળા તથા સ્વ. કાળુભાઈ રામજીભાઈ રોજાસરા રહે. ગઢડા (સ્વા)ના વારસદારોને અનુક્રમે 4-4 લાખના મળી કુલ રૂપિયા 8 લાખના વિમાના ચેકોનું વિતરણ ગઢડાના મામલતદાર શ્રી મોહનાણી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ માધુ વસાણી, ગઢડા તાલુકા સંઘના પ્રમુખ હીરા મકવાણા, જિલ્લા પંચાયતના સભ્ય રાજુ ચૌહાણ, યાર્ડના ડાયરેક્ટરો સર્વ વનરાજ તુર, પ્રવીણ મોરડીયા, ઈફકોના સભ્ય ભરત વિરાણી, શક્તિ હુંબલ, સમિતિના સેક્રેટરી બીપીન ચાવડા, મંડળીના મંત્રીઓ ગુણુ સોમાણી, પ્રફુલ શેઠ, ભીખાલાલ સોમાણી અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...