તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:બોટાદમાં આયુર્વેદ શાખા દ્વારા 7.5 લાખ અમૃત પેય ઉકાળા તથા 9.5 લાખ આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરાયું

બોટાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ-19ની મહામારીમાં લોકોનું આરોગ્ય જળવાય તેમજ રોગપ્રતિરોધક ક્ષમતા વધે તે હેતુથી

આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા 13 નવેમ્બરે ધનતેરસનાં રોજ પાચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન કરાયુ છે. આયુર્વેદનું મુખ્ય પ્રયોજન સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય ટકાવી રાખવાનું છે. હાલમાં ચાલી રહેલ કોવીડ 19ની મહામારી અંતર્ગત લોકોનું આરોગ્ય જળવાય રહે તેમજ રોગપ્રતિરોધક ક્ષમતા વધે તેવા ઉમદા હેતુથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા વિવિધ કાર્યો કરાયા છે.

આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા બોટાદ શહેરનાં તમામ કંટેન્ટમેન્ટ વિસ્તારોમાં સ્થાનિક લોકોની મદદથી ઘેર ઘેર ઉકાળા, સંશમની વટી, આર્સેનીકમ આલ્બમનું વિતરણ વોરાવાડ, જુમ્મા મસ્જીદ, હેઠલી શેરી, હરણકુઈ, અંબાજી નો ચોક, ખોજાવાડી જેવા વિસ્તારોમાં તેમજ શહેરનાં તમામ ફેસેલીટી કોરાન્ટાઇન સેન્ટરો જેવા કે દક્ષીણામૂર્તિ વિદ્યાલય, સબીહાં હોસ્પિટલ, અલાના વિદ્યાલય, બી.એ.પી.એસ. ગુરુકુળ-સાળંગપુર તેમજ ડેઝીગનેટેડ કોવીડ હોસ્પિટલ-સાળંગપુર ખાતે ઉકાળા વિતરણ કરવામાં આવેલ છે.

બોટાદ શહેરનાં તમામ હોમ કોરાન્ટાઇન લોકોને ડોર ટૂ ડોર ઉકાળા, સંશમની વટી અને આર્સેનીકમ આલ્બમનું વિતરણ કરવામા આવ્યુ હતુ. બોટાદ જિલ્લાની સરકારી કચેરીઓ જેવી કે કલેકટર કચેરી, જીલ્લા સેવા સદન, મામલતદાર કચેરી, બોટાદ જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફ, રેલવે સ્ટાફ, જીએસઆરટીસી સ્ટાફ, પી.જી.વી.સી.એલ સ્ટાફ તેમજ બોટાદ-ગઢડા-રાણપુર-બરવાળા તાલુકા પંચાયતમાં ઉકાળા વિતરણ તેમજ બોટાદના 180 ગામમાં આયુષ અવેરનેસ પત્રિકાઓનું વિતરણ કરાયુ છે. તમામ પી.એચ.સી. સેન્ટરોની મદદથી આશરે 2 લાખ ફેમિલી પેક હોમીઓપેથીક દવા આર્સેનિકમ આલ્બમનું વિતરણ કરવામાં આવ્યૂ છે. દરેક ગામના તલાટી અને સરપંચની મદદ અમ્રુતપેય આયુર્વેદ ઉકાળા અને ઘરગથ્થું ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો