શ્રાવણ માસની શરૂઆત સાથે જ શ્રાવણીયો જુગાર શરૂ થઈ ગયો છે. વિઠલાપુર પોલીસની ટીમને મળેલી બાતમીને આધારે માનપુરા ગામની સીમમાં છાપો મારી શ્રાવણીયો જુગાર રમતા 7 જુગારીઓને રુ.10,640ની મતા સાથે ઝડપી લીધા હતા.
વિઠલાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. જી. રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજેન્દ્રસિંહ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાદમીને આધારે ગીરીરાજસિંહ એ.એસ.આઇ, અ.પો.કો. રાજેન્દ્રસિંહ, વિનોદભાઈ, છત્રસિંહ, અને રાજુભાઈ સહિતની પોલીસ ટીમે માનપુરા સીમમાં જય અંબે ટાઉન પાછળ કનુજી ઠાકોરના ખેતરમાં છાપો માર્યો હતો.
ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી લીધા હતા. દાવ પરથી રૂ. 4640 અને અંગ જડતીના રૂ. 5800 સાથે કુલ ₹10440 મતા કબજે કરી હતી. જુગાર રમતા પકડાયેલામાં કનુજી ઠાકોર, નાનુજી ઠાકોર, વીજુજી ઠાકોર, ભરતજી ગાંડાંજી ઠાકોર, ઉમેદજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, મહેશજી ઠાકોર ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.