કાર્યવાહી:બોટાદમાં મેમણ કોલોની પાસેથી 7 જુગારી ઝડપાયા, પોલીસે 4680નો મુદ્દામાલ કબ્જે કર્યો

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં મેમણકોલોની સામેની શેરીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીનાં આધારે પોલીસે રેઇડ પાડી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને રૂ. 4680નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા.15/9/20ના રોજ વહેલી સવારે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે બોટાદ ખોજાવાડી મેમણકોલોનીની સામેની શેરીમાં રેઇડ પાડતા ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઈટનાં અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાઈ ગયા હતા. જેમાં આરીફ ઇશાભાઇ મીણાપરા, મહેબુબ ઈસ્માઈલભાઈ વારૈયા, સાબિર સલીમભાઈ બાવળિયા, રાજમહમદ હારૂનભાઈ ગાંજા, નુરૂ અભરામભાઈ ઉમડીયા, મહમદ યાકુબભાઈ ઉમડીયા, મુનીર સુલતાનભાઈ તળાજિયાને પોલીસે રોકડ રૂ. 4680નાં મુદ્દામાલ સાથ ઝડપી પાડી જુગાર ધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ જિલ્લામાં જુગારીઓ બેફામ બનતા તેઓને ઝડપી લઇ જેલ પાછળ ધકેલવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...