તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સરવા ગામમાંથી જુગાર રમતાં 6 શખ્સ ઝડપાયા

બોટાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે રૂ. 2010નો મુદ્દામાલ કબ્જે કર્યો
 • ગામના મંદિર પાસે લાઈટના અજવાળામાં જુગાર રમતા હતા ત્યારે પોલીસે રેડ પાડી

પાળીયાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે બોટાદ તાલુકાના સરવા ગામે દેહુરી ખોડીયારમાના મંદિર પાસે રેઇડ પાડી લાઇટના અંજવાળે જુગાર રમતા છ સકુનીઓને રૂ. 2010ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાળીયાદ પોલીસ સ્ટાફના બુધેશભાઇ જોગવા, કાંતીભાઇ દુમાદી વગેરે તા. 31/3/21ના રોજ રાત્રે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાત્રે 11.00 કલાકે બોટાદ તાલુકાના સરવા ગામે આવેલ દેહુરી ખોડીયારમાના મંદિર પાસે રેઇડ પાડતા લાઇટના અંજવાળે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ સકુનીઓને રૂ. 2010ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ રેઇડ દરમિયાન પોલીસે કરશન ભીખાભાઇ વાઘેલા, વિપુલ કિરણભાઇ મોઢેરા, હરેશ પાલાભાઇ વાઘેલા, પરશોતમ અણદભાઇ વાઘેલા, હેમુ હકુભાઇ વાઘેલા અને વિક્રમ બારડ તમામ રહે. સરવા તા.બોટાદ વાળાને ઝડપી પાડી પાળીયાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. રમેશભાઇ જોગરાજીયા ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેેખનીય છે કે, આ વિસ્તારમાં અવારનવાર આ રીતે જાહેરમાં જુગાર રમતા લોકોને પોલીસે પકડ્યા હોવા છતાં હજુ પણ આવી બદી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો