અકસ્માત:મુંડી ગામ નજીક એસટી બસ અને કાર અથડાતાં એક જ પરિવારના 6 સભ્યને ઈજા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુંડી ગામ નજીક બસ અને કાર અથડાતા 6 લોકોને ઈજા થઈ હતી. - Divya Bhaskar
મુંડી ગામ નજીક બસ અને કાર અથડાતા 6 લોકોને ઈજા થઈ હતી.
  • ધોલેરા -ભાવનગર હાઈ-વે પર અકસ્માત સર્જાયો : 3 બહેનની હાલત નાજુક
  • સાઈડ કાપવા ચાલકે રોગ સાઈડમાં બસ સાથે કાર અથડાવી: ભદ્વાવડનો પરિવાર સુરત જતો હતો

અમદાવાદ ભાવનગર રોડ ઉપર ધોલેરા તાલુકાના મુંડી ગામ પાસે ફોર વ્હીલ કાર અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાતા કારમા સવાર 6 લોકોને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ ભાવનગર વાયા ધોલેરા રોડ ઉપર મુંડી ગામના પાટીયા પાસે તા. 8/11/22ના રોજ સાંજના 6:15 કલાકે અમદાવાદથી તળાજા જતી એસ.ટી.બસ અને સામેથી આગળજતી ગાડીની સાઈડ લેતા રોગ સાઈડ આવી.

આ ફોર વ્હીલ ગાડી એસ.ટી.બસ સાથે સામ સામે ધડાકા ભેર અથડાતા કારમા સવાર ડ્રાઈવર સહીત 6 લોકો ગગજીભાઈ ઉકાભાઈ મકવાણા ઉ.વર્ષ 48, પ્રદીપભાઈ ગગજીભાઈ મકવાણા (ઉ.વર્ષ 20), જકલબેન ગગજીભાઈ મકવાણા (ઉ.વર્ષ 45), અશનબેન ગગજીભાઈ મકવાણા (ઉ.વર્ષ 23), પાયલબેન ગગજીભાઈ મકવાણા( ઉ.વર્ષ 20),મીતલબેન ગગજીભાઈ મકવાણા (ઉ.વર્ષ 18) તમામ રહે. ભદ્રાવડ તા. તળાજા આ તામામે તમામ એકજ પરીવારના સભ્યો છે અને પોતાના વતનથી આ પરીવાર સુરત જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો જેમા ત્રણ સગી બહેનોની હાલત નાજુક હોવાનુ જાણવા મળ્યુ હતુ આ ઘટનાની જાણ થતા આજુબાજુના રહીશોએ ઈજા ગ્રસ્તોને ગાડી માથી બહાર કાઢી ધંધુકા અને પીપળી ગામની 108 ના ડ્રાઈવર અને ડોક્ટર દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ અંગે એસ.ટી બસના ચાલક રજનીકાંત પટેલ ઉ.વર્ષ 43 રહે મજરા તા.પ્રાંતિજ અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ધોલેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...