તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બોટાદના ગાયત્રીનગરમાંથી 6 જુગારીને ઝડપી લેવાયા

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે દરોડા દરમિયાન જુગારી પાસેથી 3820નો મુદ્દામાલ કબજે લેવાયો

બોટાદમાં ગાયત્રીનગરમા હનુમાનજીની દેરી પાસે જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી. પોલીસ ટીમે રેઇડ પાડી 6 જુગારીઓ પાસેથી રૂ. 3820નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો જયપાલસિંહ ચુડાસમા, ભગીરથસિંહ લીંબોલા, વનરાજભાઇ બોરીચા, બળદેવસિંહ લીંબોલા વગેરે તા. 14/5/21ના રોજ સવારે 11.00 કલાકે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે બોટાદના ગાયત્રીનગરમા આવેલ હનુમાનજીના મંદિર પાસે રેઇડ પાડતા જાહેરમા ખુલ્લી જગ્યામા ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છે ઇસમોને રૂ. 3820ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

એલ.સી.બી. ટીમે રેઇડ દરમિયાન રવીરાજ ભુપતભાઇ ગીડા, કિશોર ખુમાનસિંહ રાણા, સત્યજીત અશોકભાઇ ચાવડા, રવી શીવકુભાઇ પટગીર, પ્રતાપ ઉર્ફે લાલો સેમભાઇ ધાધલ અને જયરાજ બાબભાઇ ખાચરને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ અંગે બોટાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...