તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કાપડિયાળી ગામેથી જુગાર રમતાં 6 જુગારી ઝડપાયા

બોટાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પેટ્રોલિંગમાં રહેલી પોલીસે દરોડા પાડી રૂ.3540નો મુદ્દામાલ ઝડપ્યો

બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે બરવાળા પોલીસે રેઇડ પાડી જાહેરમા જુગાર રમતા 6 સકુનીઓને રૂ. 3540ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા. 5ના રોજ બરવાળા પોલીસ સ્ટાફના વિજયસિંહ ચુડાસમા, રાજદિપસિંહ, પ્રધ્યુમનસિંહ વગેરે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે સાંજે બોઘાભાઇ પોપટભાઇ મેરના ઘર પાસે લીંબડાના ઝાડ નીચે દરોડા પાડતા જાહેરમા ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 6 જુગારીને રૂ. 3540ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ રેઇડ દરમિયાન પોલીસે કાળુ સામતભાઇ મેર, અનુ વેલાભાઇ મેર, ભરત વાલજીભાઇ મેર, ફલજી ભાવુભાઇ બાવળીયા, ઢોલા લાલજીભાઇ મેર અને કલ્યાણ ખોડાભાઇ મેર તમામ રહે. કાપડીયાળીને બરવાળા પોલીસે ઝડપી પાડી તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સહદેવદાન ગઢવી ચલાવી રહ્યા છે. કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો