જુગાર:બરવાળાના ખાંભડા ગામેથી 6 જુગારી ઝડપાયા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બરવાળા પોલીસ સ્ટાફના વિજયસિંહ ચુડાસમા, એલ.એ. ચુડાસમા, ઝેડ.વી.ગમારા, હરપાલસિંહ વગેરે તા.16/9/21ના રોજ પેટ્રોલિંગમાં હતા ત્યારે સાંજે 5 કલાકે બરવાળાના ખાંભડા ગામે અજયભાઈ ખાચરનાં મકાનમાં રેડ કરી જુગાર રમતા 6ને ઝડપ્યા હતા. પોલીસે અજય ખાચર (રહે. ખાંભડા તા. બરવાળા), મનસુખ રાઠોડ (રહે. સેથળી તા.બોટાદ), પ્રતાપ ધાંધલ (રહે. રેફડા તા.બોટાદ), જયરાજ ખાચર (રહે. ખાંભડા તા.બરવાળા), વિમલ ખાંભડીયા (રહે. ખાંભડા તા. બરવાળા), વલકુ ખાચર (રહે. ખાંભડા તા. બરવાળા)ને 14080નાં મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...