દારૂ જપ્ત:રાણપુર નજીક કારમાંથી દારૂની 590 બોટલ પકડાઈ: ચાલક કાર મૂકી ફરાર

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ LCB,બરવાળા અને રાણપુર પોલીસે કુલ 7,54,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાણપુર બરવાળા રોડ ઉપર રેલવે ફાટક પાસે કારમાંથી વિવિધ બ્રાન્ડ ની વિદેશી દારૂની કુલ 590 બોટલ જેની કિંમત રૂપિયા 2,54,860 અને કારની કિંમત પાંચ લાખ મળી કુલ 7,54,860 નો મુદ્દામાલ બોટાદ એલસીબી બરવાળા અને રાણપુર પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ભીમનાથ પાસે વિધાનસભા ચૂંટણી અનુલક્ષી ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. આ જગ્યા ઉપર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે આ ચેક પોસ્ટ ઉપર શુક્રવારે સાંજના 5 કલાકે ધંધુકા તરફથી બરવાળા બાજુ જઈ રહેલી ફોર્ચ્યુનર કારને રોકતા કારનો ચાલક ત્યાંથી પુરપાટ ઝડપે નાસી છૂટતા બરવાળા પોલીસ અને બોટાદ જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા તેનો પીછો કરતા બરવાળા પોલીસે રાણપુર પોલીસને વાયરલેસથી જાણ કરતા કાર રાણપુર મિલેટ્રી રોડ,ત્રણ રસ્તા પાસે પહોંચતા કારને રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઇવર ત્યાંથી કાર લઇ નાસી છૂટતા રાણપુર પીએસઆઇ દ્વારા આ કારનો પીછો કરતાં થોડે દૂર રેલવે ફાટક પાસે કાર રસ્તામાથી મળી હતી અને તેનો પાછળનો દરવાજો ખુલ્લો અને કાર ચાલુ હાલતમાં હતી પરંતુ ડ્રાઇવર નાસી છૂટ્યો હતો. રાણપુર પીએસઆઇ એસ.જી.સરવૈયાએ ગુનો નોંધાવતા આગળની તપાસ પીએસઆઇ સુરેશભાઈ સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...