લોકો પરેશાન:બગોદરા બરવાળા નેશનલ હાઈ-વે પર 50 કિમીમાં 5 રેલવે ફાટકથી વાહન ચાલકો ત્રાહીમામ્

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ તમામ ફાટક ઉપર ઓવરબ્રીજ કે અંડરબ્રીજ ન હોવાથી ટ્રાફીકજામમાં લોકો પરેશાન થાય છે

બગોદરા ભાવનગર નેશનલ હાઈવે આવેલો છે. આ હાઈવે ઉપર બગોદરા થી બરવાળા વચ્ચે 50 કિ.મી.માં 5 રેલવે ફાટક આવે છે આ રેલ્વે ફાટક ઉપર નથી કોઈ ઓવરબ્રીજ કે નથી કોઈ અંડરબ્રીજ જેના લીધે આ ફાટક પાસે કલાકો સુધી ટ્રાફીક જામ થતો હોવાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે તંત્ર દ્રારા આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવે તેવુ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે.

બગોદરા ભાવનગર નેશનલ હાઈવે ઉપર લોલીયા ગામ પાસે રેલવેનું ગુંદી ફાટક આવેલુ છે. ત્યારબાદ આજ હાઈવે ઉપર રાયકા, ધંધુકા, તગડી અને પોલારપુર ગામ પાસે અમદાવાદ- બોટાદ રેલવે લાઈન પસાર થતાં આ 50 કિ.મી.ના હાઈવે ઉપર 5 ફાટક આવેલા છે. પરંતુ આ ફાટક ઉપર ક્યાંય અંડરબ્રીજ કે ઓવરબ્રીજ ન હોવાથી વારંવાર નિકળતી ટ્રેનના લીધે આ ફાટક બંધ રહેતા હોય છે.

ત્યારે ધંધુકા અને રાયકા પાસે વારંવાર ટ્રાફીક જામ થતો હોય છે. જેના લીધે 2-2 કિ.મી સુધી વાહનોની લાઈનો લાગે છે. જેને લઈ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. ધંધુકા રેલ્વે ફાટક ઉપર બનાવવામા આવેલ ઓવરબ્રીજનુ અધુરુ કામ ધંધુકા પાસે થી પસાર થતી રેલ્વે લાઈન ઉપર ઓવરબ્રીજનુ કામ ચાલુ હતુ પરંતુ છેલ્લા ચાર પાચ વર્ષથી આ ઓવરબ્રીજનુ કામ કોઈ કારણોસર અટકી ગયુ છે આ કામ શા માટે અટકી ગયુ છે? કેમ પુર્ણ કરવામા આવતુ નથી? હાઈવે ઉપર ધાર્મિક ગામો હોવાથી ટ્રાફીકમા વધારો થયો છે બગોદરા ભાવનગર હાઈવે ઉપર ધાર્મિક ગામો આવતા હોવાથી ટ્રાફીકમાં વધારો થયો છે .

અન્ય સમાચારો પણ છે...