બોટાદ સેસન્સ કોર્ટમાં AMOS કંપનીના માલિક સમીર પટેલ સહિત 5 લોકોએ આગોતરા જમીનની અરજી કરી હતી. આજે કોર્ટમાંસ તેનું હિયરિંગ હતું. હિયરિંગ દરમ્યાન સરકારી વકીલ સહિત સમીર પટેલ પક્ષના વકીલો હાજર રહ્યા હતા. કોર્ટ દ્રારા આગામી 10 તારીખના રોજ આપશે ચુકાદો.
સમીર પટેલ સહિત 5 લોકોએ આગોતરા જમીનની અરજી કરી હતી
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સર્જાયેલ લઠ્ઠા કાંડ મામલો જેને લઈ સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે લઠ્ઠા કાંડમાં કેમિકલ જે જગ્યા પરથી આવ્યું તે AMOS કંપનીના સંચાલક સમીર પટેલ સહિત 5 લોકો વિરુદ્ધ પોલીસ દ્રારા બે વાર સ્મન્સ પાઠવવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન ખાતે તેમ છતાં કોઈ હાજર ન રહેતા લુક આઉટ નોટિસ પાઠવી પોલીસ દ્રારા તમામના રહેણાંકી બાંગ્લા પર પણ તપાસ કરી હતી. સમીર પટેલ સહિત 5 લોકોએ ગુજરાત હાઈકોર્ટેમાં આગોતરા જામીનને લઈ અરજી કરી હતી. જ્યાં નામદાર કોર્ટ દ્રારા અરજી વિદ્રો કરી સેસન્સ કોર્ટમાં અરજી કરવાનું જણાવેલ જે અંતર્ગત બોટાદ સેસન્સ કોર્ટમાં સમીર પટેલ સહિત 5 લોકોએ આગોતરા જમીનની અરજી કરી હતી.
સરકારી વકીલ ઉત્પલ દવેએ મીડિયાને માહિતી આપી
સરકારી ખાસ વકીલ તરીકે ભાવનગરના સિનિયર અને જાણીતા એડવોકેટ ઉત્પલ દવેની નિમણૂક કરવામાં આવી છે. જેવો પણ હાજર રહ્યા હતા, તો AMOS કંપનીના મલિક તરફથી પણ વકીલો બોટાદ સેસન્સ કોર્ટ ખાતે પહોંચ્યા હતા. સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. નામદાર કોર્ટ દ્રારા આગોતરા જમીનને લઈ 7 દિવસની સમય મર્યાદા મુજબ 10 ઓગષ્ટના રોજ ચુકાદો આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. જેના આધારે સરકારી વકીલ ઉત્પલ દવેએ મીડિયાને માહિતી આપી હતી.
આગોતરા જમીન ના મંજુર કરવા આપની માંગ
Amos કંપનીના સંચાલક સમીર પટેલ સહિત 5 લોકોએ મુકેલા આગોતરા જામીનની સુનવણી પહેલા આમ આદમી પાર્ટી દ્રારા કોર્ટ બહાર સુત્રોચાર કરી ફાંસીની માંગ સાથે આગોતરા જમીન ના મંજુર કરવાની માંગ કરી છે. નામદાર કોર્ટ નિર્ણય કરે તે પહેલાં બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પરસોતમ રાઠોડ કાર્યકરો સાથે બોટાદ કોર્ટ ખાતે પહોંચ્યા. જ્યાં કોર્ટ બહાર આરોપીને ફાંસી આઓવામાં આવે તેવી માંગ સાથે સુત્રોચાર કરી સમીર પટેલ સહિત તમામ 5 લોકોએ મુકેલા આગોતરા જમીન ના મંજુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.