તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બોટાદમાં નવી 5 મોબાઈલ પશુવાન શરૂ કરાઈ

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ જિલ્લાના પશુધન અને અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની વિગત મેળવી

બોટાદ જિલ્લામાં 10 ગામદીઠ એક મોબાઇલ પશુવાન યોજનાનું લોકાર્પણ પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પશુઓની વિનામૂલ્યે સારવાર થાય, કુત્રિમ બીજદાન મેળવી સારી ઓલાદના પશુઓ મળી રહે તેમજ પશુપાલન ક્ષેત્રે રાજ્ય વિકસીત બને તેવા ઉમદા હેતુ માટે રાજ્ય સરકાર પશુપાલક મિત્રોને હંમેશા મદદરૂપ બની રહી છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગ્રામિણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજયમાં હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 108 ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા “10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” અંતર્ગત બોટાદ જિલ્લામા 15 મોબાઇલ પશુવાનને ફાળવવામા આવી છે.

આ કાર્યક્રમમાં મંત્રીએ જિલ્લાના પશુધનની તેમજ જિલ્લામાં અતિવૃષ્ટીને કારણે થયેલ નુકશાન અને થયેલ કામગીરીની વિગત મેળવી હતી.મોબાઇલ પશુવાન દ્વારા નિયત કરેલ ગામોમાં નિ:શુલ્ક તેમજ આકસ્મિક સારવાર માટે 1962 પર ફોન કરી નક્કી કરવામાં આવેલ ગામોમાં ઘર બેઠાં વિના મૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે. બોટાદ જિલ્લામાં હાલ 10 મોબાઇલ પશુવાન કાર્યરત છે.

અને તુરખા, ભીમડાદ, હરીપર, સુંદરીયાણા અને ઉમરાળા ગામ માટે 5 નવી મોબાઈલ પશુવાન શરૂ કરવામાં આવતા જિલ્લામાં કૂલ પંદર મોબાઈલ પશુવાન કાર્યરત થઇ છે. આ કાર્યક્રમની સ્વાગત વિધિ રાજકોટ ઘનિષ્ટ પશુ સુધારણા યોજનાના નાયબ પશુપાલન નિયામક ડો.એચ.બી.પટેલએ તેમજ આભાર વિધિ બોટાદ નાયબ પશુપાલન નિયામક ડૉ.પી.ટી.કણઝરીયાએ કરી હતી.

આ પ્રસંગે સચિવ નલીન ઉપાધ્યાય, પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનીબેન ઠાકર, જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાંદુ, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, GVK-EMRI ચીફ ઓપરેટીંગ ઓફિસર, પદાધિકારીઓ તેમજ પશુપાલન વિભાગના અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...