• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • 5 Gamblers Were Caught From The Border Of Bhadravadi Village Of Botad Taluka, Police Recovered Rs. Mudamal Captured 14,590

કાર્યવાહી:બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામની સીમમાંથી 5 જુગારી ઝડપાયા, પોલીસે રૂ. 14,590 નો મુદામાલ કબ્જે કર્યો

બોટાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભદ્રાવડી ગામની સીમમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે રેઇડ પાડી જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને રૂ. 14,590નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ પોલીસ સ્ટાના હિતેશભાઈ સોલંકી, શિવરાજભાઇ,મ જયેશભાઈ વગેરે 30 સપ્ટેમ્બરે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાંજે 7.15 કલાકે પૂર્વ બાતમની આધારે ભદ્રાવડી ગામની સીમમાં શાંતિભાઈ પૂંજાભાઈની વાડીની બાજુમાં પડતર જગ્યામાં જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. જેમાં ગોપાલ દેવજીભાઈ કાનેટીયા, બાબુ પરશોતમભાઈ કનેટીયા, શાંતિ પૂંજાભાઈ મકવાણા, વિજય હિંમતભાઇ મકાણી, લાલજી ધીરુભાઈ મકાણી (તમામ રહે.ભદ્રાવડી તા.જી.બોટાદ)ને ઝડપી પોલીસે રૂ. 14,590 નો મુદામાલ કબ્જે કરી ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...