તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખસ ગામેથી જુગાર રમતા 5 જુગારીને ઝડપી લેવાાયા

બોટાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરની વાડીવાળી જગ્યાએ દરોડા પાડી રૂ. 10 હજારનો મુદ્દામાલ કબજે લેવાયો

રાણપુર તાલુકાના ખસ ગામના મંદિરની વાડી વાળી શેરીમા જુગાર રમાતો હોવાની પૂર્વા બાતમીના આધારે રાણપુર પોલીસે રવિવારના રોજ મોડી રાતે રેઇડ પાડી જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડી રૂ. 10100નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ રાણપુર પોલીસ સ્ટાફના માણસો તા. 6/7/21ના મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાણપુર તાલુકાના ખસ ગામના મંદિરની વાડી વાળી શેરીમાં રેઇડ પાડતા જાહેરમા ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 5 જુગારીઓ રૂ.10100ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

આ રેઇડ દરમિયાન પોલીસે રણજિત ઉર્ફે માસ્ત કાળુભા ચાવડા, જીવરાજ ગણેશભાઇ સરકડીયા, રમેશ હરજીભાઇ બાવળીયા, બીજલ રામજીભાઇ સોલંકી અને લવજી ધુધાભાઇ ગાબુને ઝડપી રાણપુર પોલીસ સ્ટેશનમા તમામ આરોપી વિરૂધ્ધ જુગારધારાનો ગુનો નોંધી મનસુખભાઇ કમેજળીયા હેડ કોન્સ્ટેબલ ચલાવી રહ્યા છે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગાર જેવી પ્રવૃતિ નિયમિત બની ગઇ હોય તેમ જુગારીઓ પકડાય છે. જેના પગલે ગામમાં ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...