ઉમેદવારી પત્ર:બોટાદ જિલ્લાની 2 બેઠકમાં 42 મુરતિયાએ ઉમેદવારી પત્રો ભર્યા

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ બેઠકમાં 28, ગઢડા બેઠકમાં 14 ફોર્મ ભરાયાં

વિધાનસભા સામાન્ય ચુટણી 2022 માટે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે બોટાદ જિલ્લાની 2 વિધાનસભા માટે 42 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમા 107 બોટાદ વિધાનસભા માટે 28 ફોર્મ અને 106 ગઢડા વિધાનસભા માટે 14 ફોર્મ ભરાયા હતા.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી કરવાની અંતિમ દિવસે આજે તા.14 નવેમ્બર,2022ના રોજ બોટાદ જિલ્લામાં અંતિમ દિને કુલ 28 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 42 ફોર્મ ભરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, 107 બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં અંતિમ દિને 19 ઉમેદવાર દ્વારા 24 ફોર્મ અને અગાઉ 4 ઉમેદવાર દ્વારા ભરાયેલા 4 ફોર્મ મળી કુલ 23 ઉમેદવારો દ્વારા 28 ફોર્મ ભરવામાં આવ્યા છે.

જ્યારે 106 ગઢડા વિધાનસભામાં અંતિમ દિને 9 ઉમેદવારો દ્વારા કુલ 14 ફોર્મ ભરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા.17 નવેમ્બર,2022 જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ તારીખે બપોરે 03-00 કલાક પહેલા પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે. આમ બોટાદ જિલ્લાની 2 બેઠકમાં 42 મુરતીયાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાંબોટાદ બેઠકમાં 28, ગઢડા બેઠકમાં 14 ફોર્મ ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...