આયોજન:બોટાદમાં 400 શિક્ષકે બાઇક રેલી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

બોટાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા અને 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદારોમતદાન કરે તે માટે લોક જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી 2022ના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદની એમ.ડી.હાઇસ્કુલના સંકુલ ખાતેથી સ્વીપના નોડલ અધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ વાઢેરે લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રભાતસિંહ મોરી, સરકારી હાઇસ્કુલના આચાર્ય અને જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્વરભાઇ ઝાંપડીયા સહિત પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકોએ આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બોટાદ શહેરની એમ.ડી.હાઇસ્કુલથી પ્રસ્થાન થઇને હવેલી ચોક, મહિલા મંડળ રોડ, રેલ્વે સ્ટેશન રોડ, દિન દયાળ ચોક, હીરા બજાર, જ્યોતિગ્રામ સર્કલ, નાગલપર દરવાજા પાસેથી પસાર થઇને નાગલપર દરવાજા ગઢડા રોડ એ બાઈક રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...