તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:બોટાદ જિલ્લા પંચાયતની 20માંથી 7 બેઠક પર ભગવો તાલુકા પંચાયતની 22 પૈકી 4 બેઠક બિનહરીફ

બોટાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ.પ.ની ગુંદાળા, લાઠીદડ, ઢસા, લાખિયાણી, તુરખા, નાગનેશ અને રાણપુર બેઠક પર ભાજપે સત્તા આંચકી

બોટાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાવાની છે. ત્યારે બોટાદ જિલ્લા પંચાયતની 20 બેઠકો, બોટાદ તાલુકા પંચાયતની 22 બેઠકો, ગઢડા તાલુકા પંચાયની 22 બેઠકો, બરવાળા તાલુકા પંચાયતની 16 બેઠકો અને રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકો તેમજ બોટાદ નગરપાલિકાની 11 બેઠકો અને બરવાળા નગરપાલિકાની 6 બેઠકો ઉપર ચુંટણી યોજાવાની છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ફોર્મ પરત ખેચવાની તા. 16/2/21ના રોજ છેલ્લી તારીખ હતી. ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખે બોટાદ જિલ્લા પંચાયતના 40 ઉમેદવારોના માન્ય ફોર્મમાંથી 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેચતા ભાજપના 13, કોંગ્રેસના 2, આમ આદમી પાર્ટીના 12 અને અપક્ષ મળી કૂલ 30 ઉમેદવારો હરીફાઇમાં રહ્યા હતા. સાત બેઠક બીનહરીફ થઇ હતી. જેમા ગુંદાળા, લાઠીદડ, ઢસા, લાખિયાણી, તુરખા, નાગનેશ અને રાણપુર જિલ્લા પંચાયતની બેઠકો બીનહરીફ થતા ભાજપનો ભગવો લહેરાયો છે.

બરવાળા તાલુકા પંચાયતની 22 બેઠકો ઉપર 58 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાંથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેચતા 56 ઉમેદવારો રહ્યા હતા. જેમાંથી 22 ઉમેદવાર ભાજપ પક્ષના, 22 ઉમેદવાર કોંગ્રેસ પક્ષના, 9 ઉમેદવાર આમ આદમી પાર્ટી અને 3 ઉમેદવાર અપક્ષ રહ્યા હતા, ગઢડા તાલુકા પંચાયતની 22 બેઠકો ઉપર 62 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાંથી એક જલાલપર બેઠક બીનહરીફ અને 3 ઉમેદવારોએ ફોર્મ પરત 58 ઉમેદવારો રહ્યા હતા. જેમાંથી ભાજપના 21, કોંગ્રેસ 21, આમઆદમી 11 અને અપક્ષ 5, બરવાળા તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર 43 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાંથી જુના નાવડા અને સાળંગપુર બેઠક બીનહરીફ થતા 37 ઉમેદવારો રહ્યા હતા. જેમાંથી ભાજપના 14, કોંગ્રેસ 14, આમઆદમી પાર્ટીના 6 અને અપક્ષ 3, રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકો ઉપર 51 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાંથી 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યા હતા અને ગુંદા બેઠક બીનહરીફ થતા કુલ 46 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. જેમાંથી ભાજપના 17, કોંગ્રેસ 17, આમ આદમી પાર્ટી 6 અને અપક્ષના 6 ઉમેદવારો રહ્યા છે. બોટાદ નગરપાલિકાના 11 વોર્ડમાંથી કુલ 108 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાંથી એક ઉમેવારે ફોર્મ પરત ખેચતા 107 ઉમેદવારો રહ્યા હતા.

જેમાથી ભાજપ પક્ષના 44, કોંગ્રેસના 44, બહુજન સમાજ પાર્ટી 4, આમઆદમી પાર્ટી 14 અને અપક્ષ 1 ઉમેદવાર રહ્યા છે. જ્યારે બરવાળા નગરપાલિકાના 6 વોર્ડમાથી 53 ઉમેવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે જેમાંથી 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેચતા 49 ઉમેદવારો રહ્યા હતા. જેમાંથી 21 ભાજપ પક્ષના, 24 કોંગ્રેસ પક્ષના અને 1 આમ આદમી પક્ષના ઉમેદવાર રહ્યા હતા. ચૂંટણી પહેલા જ ભાજપે માસ્ટરસ્ટોક થકી અમુક બેઠકો આંચકી લીધી છે. ત્યારે કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. ભાજપની એ જ રણનિતી છે કે, ચૂંટણી યોજાયા વિના પોતે સત્તા આંચકી લે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો