બોટાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે ચકમપર ગામ પાસે વોંચ ગોઠવી ઇક્કો કારમાં દેશી દારૂનો હેરફેર કરતા ચાર ઇસમોને 850 લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડી રૂ. 1,67,000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ પોલીસ સ્ટાફનાં ઋષિરાજસિંહ ગોહિલ, અરવિંદભાઈ મકવાણા, અશોકભાઈ બાવળીયા વગેરે તા.10/1/22ના રોજ રાત્રે 9 કલાકે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બરવાળાથી ઇક્કો ગાડીમાં દેશી દારૂ ચકમપર ગામની સીમમાં લઇ જવાનો છે. ચેકિંગ દરમિયાન પાટણા ગામ તરફથી આવતી સફેદ કલરની ઇક્કો ગાડીને ઉભી રખાવી ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી 850 લીટર દેશી દારૂ કી.રૂ. 17000 મળી આવ્યો હતો. પોલીસે અશોક સામજી મેણીયા, મહેન્દ્ર વીનું ગોરાસવા રહે. ચોકડી, જીગ્નેશ અશોક ગોરાસવા અને પિન્ટુ રસિક ગોરાસવાને ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.