તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ કાર્યવાહી:બોટાદના લાઠીદડ ગામેથી 4 જુગારીને ઝડપી લેવાયા

બોટાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 12070નો મુદ્દામાલ ઝડપ્યો

બોટાદ તાલુકાના લાઠીદડ ગામે પોલીસે પૂર્વ બાતમીના આધારે રેઇડ પાડી લાઈટના અજવાળે જુગાર રમતા ચાર જુગારીને રૂ.12070ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પોલીસ સ્ટાફના ભાવેશભાઈ શાહ, અરવિંદભાઈ મકવાણા, કિરીટભાઈ મકવાણા, ઋષિરાજસિંહ ગોહિલ, કુલદિપસિંહ વાઘેલા વગેરે તા.16નાં રોજ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે બોટાદ તાલુકાના લાઠીદડ ગામમાં આવેલા આંબેડકર નગરમાં રેઇડ પાડી હતી. આ રેઇડ દરમિયાન પોલીસને લાઈટના અજવાળે પૈસાની હારજીતનો ગંજીપાનાં વડે જુગાર રમતા ચાર ઇસમોને રૂ. 12070ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમતા ચાર ઇસમો ઝડપી પડ્યા હતા. જેમાં સંજય ધીરૂભાઈ સુમણીયા, પ્રકાશ આલજીભાઈ રાઠોડ, બાબુ જહાભાઈ ચૌહાણ અને કિશોર લક્ષમણભાઈ મકવાણા તમામ રહે. લાઠીદડ વિરૂદ્ધ પોલીસે જુગાર ધારાનો ગુનો નોધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ મકવાણા ચલાવી રહ્યા છે. બોટાદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારની બદી ઘર કરી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પત્તાપ્રેમીઓ જુગારમાં લીપ્ત રહેતા હોય છે. ત્યારે પોલીસે પણ જુગારની બદી નાથવા માટે કામે લાગી ગઇ છે. ચૂંટણી છે ત્યારે દારૂ જુગારની બદી નાબૂદ કરવા પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો