જુગાર:ભીમનાથ ગામેથી જુગાર રમતાં 4 જુગારી ઝડપાયા

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જુગારી પાસેથી રૂ. 2080નો મુદ્દામાલ કબ્જે કર્યો, 2 જુગારી ફરાર

બરવાળા તાલુકાના ભીમનાથ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે રેઇડ પાડી જુગાર રમતા છ સકુનીઓમાંથી 4 જુગારીઓને રૂ. 2080નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે બે જુગારી નાશી છુટ્યા હતા.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા.5/10/21નાં રોજ બરવાળા પોલીસ સ્ટાફનાં પ્રદ્યુમનસિંહ વાળા, બહાદુરસિંહ રાઠોડ, કુલદીપસિંહ રાઠોડ વગેરે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે સાંજે 5.15 કલાકે બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલ નીલકા નદીનાં પાળા પાછળ લિંબડાનાં ઝાડની નીચે રેઇડ પાડી જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓમાંથી 4 જુગારીઓને રૂ.2080નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ રેઈડ દરમિયાન પોલીસે મુકેશ અમરશીભાઈ મેર, સુરેશ પીતામ્બર નાવડીયા રહે. ભીમનાથ, ભરત મનજી દેત્રોજા રહે.પોલારપુર, રમેશ હમીર વડદરીયા રહે.છારોડીયા તા.ધંધુકાને પોલીસે ઝડપી પડ્યા હતા જ્યારે અરવિંદ કાળું વડદરિયા રેહ.છારોડીયા તા. ધંધુકા, ઘનશ્યામ મેરુ કોળી રહે.ભીમનાથ પોલીસને ચકમો આપી નાશી છુટ્યા હતા. બરવાળા પોલીસે તમામ જુગારીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...