ધરપકડ:અળવ ગામની સીમમાંથી 4 જુગારી ઝડપાયા

બોટાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ.12720નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની પૂર્વબાતમીના આઘારે પોલીસે રેઇડ પાડી પૈસાની હારજીતનો જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડી રૂ.12720 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ઘરી છે.

રાણપુર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દમિયાન મળેલી બાતમી આધારે અળવ ગામે ગામની સીમમાં મિલેટરી હાઇવે ઉપર ફાટક પાસે આવેલી વાડીમાં જાહેરમાં પૈસાના હારજીતનો ગંજીપાના વડે જુગાર રમતા ચાર સકુનીઓને પોલીસે રૂ.12720ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ રેઇડ દરમિયાન પોલીસે ઘનશ્યામ બાબુભાઈ ઝુલાસણા, મુકેશ ભુપતભાઈ માળોદિયા, વલ્લભ નાગરભાઈ ચૌહાણ અને હિતેશ ઉમેશભાઈ જાંબુકિયાને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...