તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનો દરોડો:બરવાળાના વહિયા ગામેથી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત 4 જુગારી ઝડપાયા, પોલીસે 10,600નો મુદ્દામાલ જપ્ત કર્યો

બોટાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કોંગ્રેસ પક્ષ હોદ્દો પરત લેશે કે કેમ તે અંગે ચાલી રહેલી ચર્ચાઓ

બરવાળા તાલુકાના વહીયા ગામેથી બરવાળા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ બળવંતભાઈ ધીરુભાઈ ડાબસરાની વાડીની ઓરડી બહાર લાઈટના અજવાળે જાહેરમા ગંજીપાના વડે જુગાર રમતા વહીયા ગામના અને તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ સહીત 4 જુગારીઓને રૂ. 10600 રોકડ રકમ સાથે બરવાળા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સહદેવદાન પીઠાસદાન ગઢવી, કોન્સ્ટેબલ રાજદિપસિંહ ધર્મેન્દ્રસિંહ, વિજયસિંહ ભરતસિંહ ચુડાસમા, પ્રધ્યુમનસિંહ દાનસિંહ તા. 30 માર્ચ 2021 નાં રાત્રીના સમયે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન બરવાળા થી રાણપુર જવાના રોડ પર વહીયા ગામ તરફ જવાના માર્ગ પર તલસાણીયા દાદાના મંદીરના ગેટ પાસે પહોંચ્યા હતા.

તે દરમિયાન બાતમી મળી હતી કે વહીયા ગામે બરવાળા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ બળવંતભાઈ ધીરુભાઈ ડાબસરાની વાડીની ઓરડી બહાર લાઈટના અજવાળે જાહેરમા ગંજીપાના વડે તિનપતીનો જુગાર રમતા અમુક લોકો ગંજીપાના વડે પૈસાથી જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળે રેઇડ પાડતા બરવાળા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ બળવંતભાઇ ડાબસરા સહિત 4 લોકો ગોળ કુંડાળું વળી જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ રેઇડ દરમિયાન પોલીસે બળવંતભાઈ ધીરુભાઈ ડાબસરા બરવાળા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ, કલ્પેશભાઈ નાનુભાઈ ડાબસરા, કાળુભાઈ અરજણભાઈ વલાણીયા અને રાજુભાઈ ઈશ્વરભાઈ કોગતીયાને પોલીસે રૂ. 10600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૂધ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

બરવાળા યુથ કોંગ્રેસના પ્રમુખ જાહેરમાં જુગાર રમતા અને રમાડતા ઝડપાઈ જતાં ચર્ચાઓ એ જોર પકડયું છે ત્યારે શું આવા જુગાર સાથે સંકળાયેલા વ્યક્તિને કોંગ્રેસે સન્માનિત હોદ્દો આપ્યો છે તે પરત લેશે કે કેમ તે અંગે પંથકમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. સમગ્ર ગામમાં ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો