બાળ સુરક્ષા:બોટાદમાં બાળ ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલાં 4 બાળક મળી આવ્યાં

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ જિલ્લા તંત્ર દ્વારા બાળ ભિક્ષાવૃત્તિની તપાસ હાથ ધરવામાં આવી હતી, બાળકોને સમજાવાયા

બોટાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં બાળ ભીક્ષાવૃતિ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ સ્ટાફ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા સાંજના 7.00 કલાકે બોટાદના જુદા જુદા વિસ્તારોમાં બાળ ભીક્ષાવૃતિની તપાસ કરવામાં આવી હતી. જેમાં પાળીયાદ રોડ ખાતેની ખાણીપીણીના મુખ્ય સ્થળ પર તપાસ દરમ્યાન કુલ 4 બાળકો બાળ ભીક્ષાવૃતિ કરતા મળી આવ્યા હતા.

આ બાળકોને બોટાદ જીલ્લાની બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. રાત્રીના સમયે બાળ કલ્યાણ સમિતિના હોદ્દેદારો અને તપાસ ટીમ સાથે બાળકો જે વિસ્તારમાં રહે છે ત્યાં લઇને જતા બાળકોના માતાને બાળકો સોપવામાં આવ્યા હતા અને બાળકો ફરીથી આવી પ્રવૃત્તિ ન કરે તે માટે સમજાવવામાં આવ્યા હતા. રોજગાર અધિકારી દ્વારા બાળકોની માતાને રોજગાર પુરો પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...