બોટાદ ખાનીજ વિભાગમાં માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બરવાળા ખાતે ડમ્પર સીઝ કર્યુ હોવાથી જેની દાઝ રાખી આરોપીઓએ રીવોલ્વર તાકી હવે પછી ડમ્પર રોકી રાખ્યુ છે તો આ સગી નહી થાય તેવી ધમકી આપી લાકડી વડે મારી નાસી છુટ્યા હતા.
બોટાદમા ગઢ્ડા રોડ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને બોટાદ ખનીજ વિભાગમાં માઈન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા સચીનકુમાર બાબુલાલ પટેલે અને તેમના સ્ટાફે ગઈ તા.21 ફેબ્રુઆરી 2023એ વિપુલ ધીરૂભાઈ રોજાસરા રહે. કોરડા તા.ચુડા,જી.સુરેન્દ્રનગર વાળાના રેતીના ડમ્પરને સીઝ કરી બરવાળા પોલીસ સ્ટેશનમા મુકાવેલું હતું. જેની દાઝ રાખી વિપુલ રોજાસરા અને બિજા ત્રણ અજાણ્યા ઈસમે તા.5 માર્ચે સચીનકુમાર અને તેઓની સાથે ફરજ બજાવતા નિમેશભાઈ ઓફીસના કામથી મેઘવાડીયા તા.ગઢડા ખાતે જવાનું હોવાથી લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ ખાતે તેમની ઓફીસની ગાડીની રાહે ઉભા હતા ત્યારે વિપલ રોજાસરા અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો નંબર વગરની કારમાં આવ્યા હતા અને સચીનકુમાર ઉપર હોકી લાકડી વડે મારઝુડ કરી હતી.
તે સમયે બીજા કર્મચારી નિમેશભાઈ તેઓને મારથી છોડાવવા આવતાં આ ઈસમોએ તેમની સાથે પણ મારામારી કરી હતી. વિપુલ રોજાસરાએ તેના નેફામાંથી રિવોલ્વર કાઢી સચીનકુમાર પર તાકીને હવે ડમ્પર રોક્યુ છે તો આ કોઈની સગી નહિ થાય તેવી ધમકી આપી ચારેય ઈસમો નાસી છુટ્યા હતા. આ બનાવ અંગે સચીનકુમાર બાબુલાલ પટેલે બોટાદ પોલીસ સ્ટેશનમાં વિપુલ ધીરૂભાઈ રોજાસરા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.